Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં બે સ્થળોએથી પત્તાપ્રેમીઓને પકડી પાડતી મોરબી જિલ્લા પોલીસ : એક જુગારધામ...

મોરબીમાં બે સ્થળોએથી પત્તાપ્રેમીઓને પકડી પાડતી મોરબી જિલ્લા પોલીસ : એક જુગારધામ પણ ઝડપાયું

મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઈ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએથી પત્તાપ્રેમીઓને જુગાર રમતા રંગે હાથ પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે મોરબીનાં વીસીપરા રોહીદાસપરા વંડા પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ભુપેન્દ્ર ઉર્ફે હાથી ગોવીંદભાઇ ચૌહાણ, મનીષભાઇ લક્ષમણભાઇ વાઘેલા, જીજ્ઞેશભાઇ મનસુખભાઇ મકવાણા, આસીફભાઇ યુનુશભાઇ સુમરા, ગૌતમભાઇ ઉર્ફે ગવો દલપતભાઇ ચૌહાણ, હાસમ ઉર્ફે રાજા જુમાભાઇ સુમરા તથા શબીરભાઇ કાસમભાઇ સુમરા રંગે હાથ ઝડપી પાડ્યા છે અને રોકડા રૂપીયા – ૧૩,૨૩૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે અન્ય બનાવમાં મોરબી તાલુકા પોલીસની ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે, મોરબીનાં દલવાડી સર્કલ પાસે વૃંદાવન પાર્કમાં રહેતા મનોજભાઇ રતીલાલ સદાતીયાની વનાળીયા ગામની સીમ કેનાલ પાસે આવેલ વાડીની ઓરડીમાં જુગારધામ ધમધમી રહ્યું છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા સ્થળ પરથી જુગાર રમતા ભાવેશભાઇ કાનજીભાઇ ભેસદળીયા,પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુત, મીલનભાઇ રમેશભાઇ ગોપાણી, મનીષભાઇ કેશવજીભાઇ મોરડીયા, જયદીપભાઇ ઘનશ્યામભાઇ ભડાણીયા, ભાવેશભાઇ ભગવાનજીભાઇ મેરજા, રવીરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ ઉર્ફે ઇનુભા ગંભીરસિંહ ઝાલા, લીલાધરભાઇ બેચરભાઇ સંતોકી, વિશાલભાઇ હસમુખભાઇ ગાંભવા, નંદલાલભાઇ લખમણભાઇ રૈયાણી તથા હીતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા નામના શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. જેમની પાસેથી પોલીસે રોકડા રૂ.૪,૬૩,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!