મોરબી જિલ્લાના એસપી દ્વારા જિલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં હળવદ પોલીસ સ્ટેશનનાં હેડ ક્વાર્ટર અને ટંકારા પોલી સમથકમાં ફરજ બજાવતા છ પોલીસ કર્મીઓની બદલીઓ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠી દ્વારા છ પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. હળવદ પોલીસનાં સ્ટેશન હેડ ક્વાર્ટર અને ટંકારા પોલી સમથકમાં ફરજ બજાવતા છ પોલીસ કર્મીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં ત્રણ પોલીસ કર્મીઓની જાહેર હિતમાં અને ત્રણ પોલીસકર્મીઓની પદરના ખર્ચે બદલીઓ કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, હળવદ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ એમ.જે ધાંધલ અને બુટલેગર વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જે ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ થયેલ રવિરાજસિહ મહેન્દ્રસિંહ ઝાલા અને અરવિંદ રઘુભાઈ ઓળકિયા નામના બે પોલીસ કર્મીઓની પણ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ હતી. તેમજ ઓડિયો વાયરલ મામલે એસપી દ્વારા ઇન્કવાયરી શરૂ કરાઇ હતી. ત્યારે બંને પોલીસ કર્મીઓની બ્દલીઓનું કારણ ઓડિયો ક્લિપ હોવાની ચર્ચાએ હાલ જોર પકડ્યું છે.