મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા રામવાડી મહેન્દ્રનગર ખાતે રહેતા અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે મોરબી બી ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે બેઠક કરી હતી. જેમાં અનેક પ્રકારની છેતરપિંડીથી બચવા અને હેલ્મેટનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી.
આજરોજ રામવાડી મહેન્દ્રનગરમાં રહેતા અનુસૂચિત જાતિ સમાજના લોકોને મોરબી બી ડિવીઝન પોલીસ દ્રારા મોરબી જિલ્લા પોલીસ અઘ્યક્ષ રાહુલ ત્રિપાઠી સાથે એક બેઠક યોજાઇ હતી. જેમાં રાહુલ ત્રિપાઠી દ્વારા અનેક પ્રકારની છેતરપિંડીથી બચવા તેમજ હેલ્મેટ ઉપયોગ કરવા સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે અનુસૂચિત જાતિ મોરબી જિલ્લા અધ્યક્ષે રાહુલ ત્રિપાઠીને સંવિધાન બંધારણનું પુસ્તક ભેટમાં આપી સન્માન કર્યું હતું.