મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી વધતા જતા ક્રાઈમ રેટને લઈને જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા આકસ્મિક બદલીઓ કરવામાં આવી રહી છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ થી લઈને પીએસઆઈ અનેં પીઆઈ કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે.
જેમાં આજે મોડી સાંજે ફરી એસપી સુબોધ ઓડેદરાએ મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૪૨ પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો ચીપી દેતા પોલીસ બેડામાં ક્યાંક ખુશી ક્યાક ગમ જોવા મળ્યો છે એસપી સુબોધ ઓડેદરાએ મોરબી શહેર એ ડીવીઝન ,બી ડીવીઝન, મોરબી તાલુકા પોલીસમથક,ટંકારા પોલીસમથક,વાંકાનેર શહેર પોલીસ મથક,વાંકાનેર તાલુકા પોલીસમથક,માળિયા મી.પોલીસમથક,હળવદ પોલીસમથક અને હેડક્વાર્ટર સહિતના જુદા જુદા પોલીસમથકમાં ફરજ બજાવતાં મહિલા પુરુષ મળી કુલ ૪૨ પોલીસકર્મીઓની જાહેરહિતમાં અને પદરના ખર્ચે બદલીઓ કરી છે ઉલ્લેખનીય છે કે મોરબીમાં કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે સાથે લાંબા સમયથી ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓની બદલીઓ કરવામાં આવી હતી ત્યારે મોરબીમાં પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક ન બજાવતા હોય તેવા વિવાદિત પોલીસકર્મીઓની બદલીઓ પણ આગામી સમયમાં થાય તેવા સંકેતો પોલીસવડા સુબોધ ઓડેદરા દ્વારા આપવામાં આવ્યા છે.