Saturday, July 27, 2024
HomeGujaratવન નેશન વન ચલણ સીસ્ટમથી ઇ-ચલણ ઇસ્યુ કરવાની શરૂઆત કરતી મોરબી જિલ્લા...

વન નેશન વન ચલણ સીસ્ટમથી ઇ-ચલણ ઇસ્યુ કરવાની શરૂઆત કરતી મોરબી જિલ્લા પોલીસ

ટ્રાફિકના નિયમો તોડનારની હવે ખેર નથી. સીરામીક સીટી મોરબીમાં વન નેશન વન ચલણ અંતર્ગત ઇમેમો આપવાની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે આ સેવા મોરબીમાં ગઈકાલે એટલે કે તા.૧૩/૦૬/૨૦૨૩થી શરૂ થઈ છે. જેમાં ટ્રાફિકના નિયમો તોડનાર વિરુદ્ધ સીધો જ ઇ મેઓ જનરેટર થાય છે અને તેને તાત્કાલિક મેઈલ અથવા તેના એડ્રેસ પર પહોંચી જાય છે. તેમજ આ ઇમેમોની રકમની ભરપાઈ નહિ કરનાર વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યના દરેક મુખ્ય શહેરોમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા લગાવવામાં આવેલ છે. આ કેમેરા મારફતે મોરબી પોલીસ દ્વારા કેમેરાનું મોનીટરીંગ કરી મોરબી શહેર વિસ્તારમાં ટ્રાફીક નિયમના ભંગ કરતા લોકોને તા.૧૫/૦૨/૨૦૨૦ થી ઇ-મેમો(ઇ-ચલણ) આપવામાં આવી રહેલ છે. NIC દ્વારા વિકસાવવામાં આવેલ One Nation One Challan (ONOC) ને તા.૧૩/૦૬/૨૦૨૩થી અમલમાં મુકવા આદેશ થયેલ હોય, જે અનુસંધાને મોરબી જીલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકોને One Nation One Challan (ONOC) સીસ્ટમથી ઇ-ચલણ ઇસ્યુ કરવાની કામગીરી તા.૧૩/૦૬/૨૦૨૩ થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇ-ચલણ જનરેટ થયેથી વાહન માલિકને મોબાઇલ નંબર પર SMS થી જાણ થશે. તેમજ પોસ્ટ મારફતે વાહન માલીકના સરનામા ઉપર ઇ-ચલણ મોકલવામાં આવશે. ટ્રાફિક નિયમના ભંગ બદલ મળેલ ઇ-ચલણના દંડના નાણા વાહન માલિક ઓનલાઇન ભરી શકશે. ઓનલાઇન: https://echallan.parivahan.gov.in વેબસાઇટ પરથી ઓનલાઇન (નેટ બેન્કીગ/ ડેબીટ કાર્ડ / ક્રેડીટ કાર્ડ / UPI) વિગેરેથી ભરી શકાશે. ટ્રાફિક નિયમના ભંગ બદલ મળેલ ઇ-ચલણનો દંડ ૯૦ દિવસમાં ભરવાનો રહેશે. ૯૦ દિવસમાં દંડ નહીં ભરનાર વાહન માલિકનું ઇ-ચલણ આપમેળે Virtual Court માં આગળની કાર્યવાહી માટે જતું રહેશે. ત્યારબાદ નામદાર કોર્ટ દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ઇ-ચલણનો દંડ ભરવાનો બાકી હશે. તો RTO કચેરી ખાતે વાહન રજીસ્ટ્રેશનની કામગીરી થઇ શકશે નહી. જેની તમામે ખાસ નોંધ લેવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!