Tuesday, March 4, 2025
HomeGujaratમોરબી:હાઇવે ઉપર ભારે વાહન વિરૂધ્ધ ચેકિંગ ડ્રાઇવ યોજી,કડક કાર્યવાહી કરતી જીલ્લા પોલીસ.

મોરબી:હાઇવે ઉપર ભારે વાહન વિરૂધ્ધ ચેકિંગ ડ્રાઇવ યોજી,કડક કાર્યવાહી કરતી જીલ્લા પોલીસ.

મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોની અમલવારી કરવા તેમજ વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા ઉપરાંત ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા હાઇવે ઇપર ભારે વાહનોની ચેકિંગ ડ્રાઇવ રાખવા આવેલ હતી. આ ડ્રાઇવ દરમ્યાન રોંગ સાઇડ ચાલતા વાહનો, વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય, નંબર પ્લેટ વગરના વાહનો તેમજ ટ્રાફિક ભંગ કરતા વાહન-ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જીલ્લામાં તા.૦૩ માર્ચ ૨૦૨૫ના બપોરના ૪ થી ૭ વાગ્યા મોરબી જીલ્લાના હાઇવે ઉપર ભારે વાહનોની ચેકીંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી કુલ ૫૪,૬૦૦/-નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૪૫૩ વાહનો ચેક કર્યા હતા, જેમાં નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કુલ-૨૧ કેસ, વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે -૦૮ કેસ, લાયસન્સ ન હોય તેવા કુલ-૦૯ કેસ તેમજ રોંગ સાઇડમાં તથા વધુ ગતીથી ચલાવતા કુલ-૦૫ વાહનો વિરૂધ્ધ ગુના રજીસ્ટર કરવામાં આવેલ આ ઉપરાંત અડચણ રૂપ પાર્ક કરેલ કુલ-૩ વાહનો વિરૂધ્ધ કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન એમ.વી.એકટ ૨૦૭ મુજબના ૧૦ વાહન ડીટેઇન કર્યા હતા.

 

ઉપરોકત વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન કુલ-રૂ-૫૪,૬૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ, સાથે સાથે મોરબી જીલ્લા પોલીસે પ્રજાજોગ સંદેશ આપી જણાવ્યું છે કે, આગામી સમયમાં પણ ઉપરોકત ટ્રાફિક નિયમોનોનુ પાલન કરાવવા માટે તેમજ લોકોની સલામતી અને જીલ્લામાં શાંતીનો માહોલ જળવાઈ રહે તેમજ ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તથા શહેરમાં ભારે વાહનો, વન-વે રોડ, એક-બેકી પાર્કિંગ વ્યવસ્થા તેમજ સમયાંતરે પ્રસિધ્ધ કરવામાં આવતા જાહેરનામાઓનુ લોકો પાલન કરે તેવી જીલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!