Sunday, January 12, 2025
HomeGujaratબુટલેગરો પર મોરબી જીલ્લા પોલસની ધોંસ : ત્રણ સ્થળોએથી દારૂનો જથ્થો ઝડપી...

બુટલેગરો પર મોરબી જીલ્લા પોલસની ધોંસ : ત્રણ સ્થળોએથી દારૂનો જથ્થો ઝડપી પાડયો

મોરબી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે. બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી જીલ્લા પોલીસે ત્રણ સ્થળોએથી વીદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબી વાવડી રૉડ મીલન પાર્ક શેરી નં.૨ માં રેઇડ કરી હતી. અને શંકાસ્પદ જણાતા રેઢી પડેલ જીજે-૦૫-આરએચ-૯૬૩૮ નંબરની હુન્ડાઈ કંપનીની આઈ ટ્વેંટી કાર તપાસતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂ.૨૮,૬૦૦/- ની કિંમતની ૫૫ રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હીસ્કીની બોટલો, ઓલ સેસન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હીસ્કીની ૨૪ બોટલનો રૂ. ૧૨,૦૦૦/- તથા રોયલ સ્ટગ સુપ્રરીયર વ્હીસ્કીની ૧૧ બોટલોનો રૂ.૪,૪૦૦/-એમ કુલ ૯૦ બોટલનો રૂ,૪૫,૦૦૦/-નો મુદામાલ વેચાણ કરવા અર્થે રાખેલ મળી આવતા પોલીસે દારૂનો મુદ્દામાલ તેમજ ફોર વ્હીલ કાર મળી કુલ રૂ.૨,૪૫,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા (રહે મહેદ્રપરા શેરી નં.૧૪ મોરબી) રેઈડ દરમ્યાન હાજર નહી મળી આવતા તેને પકડવા ચક્રો ગતીમાન કર્યાં છે.

બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓએ પંચાસર રોડ ગીતા ઓઈલ મીલ પાસે શંકાના આધારે એક એક્ટિવાને રોકી તેના ચાલક રફીકભાઈ રજાકભાઈ માજોઠી (રહે.મોરબી પંચાસર રૉડ જનકનગર)ની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતાં પોલિસે એક્ટિવાની ચકાસણી કરતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ પ્રીમીયમ સીલેક્ટ વ્હીસ્કીની રૂ,૫૨૦/- ની કિંમતની એક બોટલ મળી આવતા પોલીસે દારૂ અને એક્ટિવા સહીત કુલ રૂ.૨૦,૫૨૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપીબી અટકાયત કરી છે.

ત્રીજા દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમ ગઇકાલે પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેઓએ ખીરઇથી વાધરવા ગામ જવાના રસ્તે સુદરી ભવાની માતાજીના મંદીર પાસે આવેલ ફાટક પાસે શંકાસ્પદ જણાતા હિરો સ્પેલેન્ડર પ્લસ મોટર સાઇકલને રોકી તેમાં સવાર કલ્પેશભાઇ જેરામભાઇ ઉડેચા (મુળ રહે-સુલતાનપુર તા.માળીયા મીં જી.મોરબી હાલ રહે.લાંબીદેરી ઢોરા ઉપર ભવાનીનગર હળવદ તા.હળવદ જિ.મોરબી) તથા જયદીપ ઉર્ફે જયદેવ ભુપતભાઇ ડાભી (રહે મયુરનગર તા.હળવદ) ની પૂછપરછ કરી તેમની તપાસ કરતાં તેમની પાસેથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની રોયલ ચેલેંજ પ્રેમીયમ સીલેક્ટ વ્હીસ્કી બ્રાન્ડની રૂ.-૬૦૦૦/-ની કિંમતની કુલ ૧૨ બોટલો તથા હિરો સ્પેલેન્ડર પ્લસ મોટરસાઇકલનો રૂ.૨૫,૦૦૦/- મળી કુલ રૂ.૩૧,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!