રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીને મોરબી જિલ્લામાં શાંતિ જળવાઈ રહેત તે અનુસંધાને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા સૂચનો કરેલ હોય જે અંગે કાર્યવાહી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
હળવદ પોલીસ દ્વારા હળવદ બસ સ્ટેન્ડ સામે અંકુર સોડા સેન્ટર નામની દુકાનમાં વેચાણ અર્થે વિદેશી દારૂની ૪ બોટલના રૂ.૧૫૦૦/- ના મુદામાલ સાથે દિપકભાઇ રામજીભાઇ બોરાણીયા નામના શખ્સની અટકાયત કરી છે.
જ્યારે ટંકારા પોલીસ દ્વારા સાવડી ગામની સીમમાં આવેલ લલીતભાઈ ડાયાભાઇ પટેલની વાડીમાં રેઇડ કરી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડ ની 56 બોટલ મળી કુલ રૂ.૧૦,૪૦૦/- નો મુદામાલ કબ્જે કરી ઢીલુભાઇ મોટલાભાઇ ભીલાવીર નામના શખ્સની અટકાયત કરી છે તથા ટપુ ઉર્ફુ પીન્ટુ રામભાઇ રાઠોડ નામના શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જયારે ત્રીજા દરોડામાં ટંકારાના સખપર ગામે રહેણાંક મકાને રેઇડ કરી ધુળના ઢગલા પાસે પ્લાસ્ટીકની થેલીમાં છુપાડેલ ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇગ્લીશદારૂની ૦૬ બોટલોના રૂ -૨૪૦૦/-ના મુદ્દામાલ સાથે મનોજભાઇ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ આત્રેસાની અટકાયત કરી છે.