ગઇકાલે સાંજે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તેમજ ડીવાયએસપી અને ચાર પીઆઈ સહિત જુઓ ૧૫૦ થી વધુ પોલીસ જવાનો મોરબી શનાળા રોડ પર વિવિધ જગ્યાઓ સરપ્રાઇઝ વાહન ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી.
જેમાં HSRP નંબર પ્લેટ લગાવેલ ન હોય, નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી/તુટેલી નંબર પ્લેટ, ફોર વ્હીલરમાં ડાર્ક ફીલ્મ લગાડેલ હોયે તેવા ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહન મળી કુલ ૧૫૯૭ વાહનો ચેક કરવામાં આવ્યા હતા.
અને ૪૫૬ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ વાહન ચાલકો સામે નિયમો ભંગ કરવા બદલ કેસ કરી કુલ રૂ. ૧,૧૮,૨,૦૦/- રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ રેન્જની સુચના મુજબ ટ્રાફિક નિયમોની અમલવારી કરવા જણાવતા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચના અને માર્ગદર્શન હેઠળ વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે “સરપ્રાઇઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઇવ” યોજવામાં આવી હતી.
મોરબી જીલ્લામાં તા.૩૦/૧૧/૨૦૨૪ના સાંજે ૦૫:૦૦ વાગ્યાથી ૦૮:૦૦ વાગ્યા સુધી ત્રણ કલાકમાં સરપ્રાઇઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઇવમાં મોરબી જીલ્લાના ટાઉન વિસ્તારોમાં એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટો ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ આયોજન કર્યું હતું જેમાં HSRP નંબર પ્લેટ લગાવેલ ન હોય, નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી/તુટેલી નંબર પ્લેટ, ફોર વ્હીલરમાં ડાર્ક ફીલ્મ લગાડેલ હોયે તેવા ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જે સરપ્રાઇઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૧૫૯૭ વાહનો ચેક કરવામાં આવ્યા હતા.
સરપ્રાઇઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન માલીકીના આધાર પુરાવા વગરના તેમજ શંકાસ્પદ ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર કુલ મળી કુલ ૮૯ વાહનો એમ.વી.એકટ ૨૦૭ મુજબ કબ્જે કરવામાં આવ્યાં હતાં. ટ્રાફિક નિયોમનુ ભંગ કરતા વાહન ચાલકોને કુલ-૨૫૦ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવી હતી. ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો પાસેથી રૂ. ૧.૧૮,૨૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ફોર વ્હીલરમાં બ્લેક ફીલ્મ લગાડેલ વાહન ચાલકો સામે કુલ કેશ-૩૬ સમાધાન શુલ્ક કેશો કરવામાં આવ્યા હતા. HSRP નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કુલ કેશ-૩૨ કેશો કરવામાં આવ્યા, નંબર પ્લેટ વગર તથા ફેન્સી તુટેલી નંબર પ્લેટ ના કેશો વાહન ચાલકો સામે કુલ કેશ-૮૦ કેશો કરવામાં આવ્યા, ડ્રંક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) વાહન ચાલક વિરૂધ્ધ એમ.વી.એક્ટ-૧૮૫ મુજબ ના કુલ ૧ ગુના રજીસ્ટર કરવામાં આવ્યો હતો. તેમજ આગામી સમયમાં પણ ઉપરોકત ટ્રાફિક નિયમોનોનુ પાલન કરાવવા માટે તેમજ મોરબી જીલ્લાના લોકોની સલામતી અને જીલ્લામાં શાંતીનો માહોલ જળવાઈ રહે તેમજ મોરબી જીલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનુ પાલન થાય અને મોરબી શહેરમાં વન-વે રોડ, એક-બેકી પાર્કિંગ વ્યવસ્થા તેમજ સમયાંતરે પ્રસિધ્ધ કરવામાં આવતા જાહેરનામાઓનું લોકો પાલન કરે તેવી અપીલ પણ મોરબી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે.