અરબી સમુદ્રમાંથી ઉદભવેલો ચક્રવાત બિપરજોયે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે એ પહેલાં જ ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભારે પવન સાથે વરસાદ ચાલુ છે. ત્યારે મોરબી તાલુકાના દરિયાઈ કાંઠામાં આવેલ ગ્રામ્ય પંથકનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. નવલખી દરિયાઈ કાંઠાના તાબા હેઠળ આવતા ગામોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આમરણ, બોડકી ,ઝિંઝુડા, ઉટબેટ,સામ, ડાયમંડનગર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે સલામતીના ભાગરૂપે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી, મોરબી તાલુકા પોલીસ, એલ.સી.બી., એસ,ઓ,જી, સહિતની ટીમો દરિયાઈ કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા પહોચ્યા હતા. ત્યારે ઉલ્લેખનીય છે કે, ઉટબેટ સામપર અને ઝિંઝુડાએ નવલખી દરિયાઈ સીમાનો બીજો છેડો માનવામાં આવે છે.