મોરબી જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સતત સક્રીય રહે છે. પરંતુ જીલ્લા પોલીસતંત્ર બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે. મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનો મોટી કબ્જે કર્યો છે. જેમાં કુલ ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
પ્રથમ બનાવમાં, મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી સામે ચેકિંગમાં રહેલા મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ દ્વારા ત્યાંથી પસાર થઈ રહેલ શંકાસ્પદ GJ-36-E-2533 નંબરના યામાહા મોટર સાઇકલને રોકી હાર્દીકભાઇ પ્રભુભાઇ ગજરા (રહે.મોરબી વજેપર શેરીનં.૧૧) તથા સમીરભાઇ ગુલામહુશેન સુમરા (રહે.મોરબી વજેપર શેરીનં.૮) નામના મોટરસાઇકલ સવાર શખ્સોની પૂછપરછ કરતા તેઓને શંકા જણાતા પોલીસે તેઓની તપાસ કરી હતી. જેમાં આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મેક્ડોલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કીની રૂ.૩૭૫/-ની કિંમત ૧ બોટલ મળી આવી હતી. જેને લઈ પોલીસે દારૂની બોટલ તથા યામાહા મોટર સાઇકલ મળી કુલ રૂ.૫૦,૩૭૫/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેમણે દારૂ ધીરેન દિનેશભાઈ ચાવડા (રહે.વજેપર શેરી નં.૧૧ મોરબી) પાસેથી ખરીદ્યો હતો. ત્યારે પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે જુના ઘુટુ રોડ દીવ્યગોલ્ડ સીરામીક તથા સીલ્વરપાર્ક સોસા. પાછળ બાવળની કાંટમા મોરબી-૨ ખાતે રેઇડ કરી સ્થળ પર છુપાડેલ ભારતીય બનાવટની વિદેશી ઇગ્લીશ દારૂની કંપની શીલપેક ૩૬ બોટલ મુનવોલ્ક ઓરેન્ઝ વોડકા, ૩૦ બોટલ બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રીમીયમ વ્હીસ્કી, ૭૭ બોટલ રોયલ ચેલેંઝ પ્રીમીયમ સીલેક્ટ વ્હીસ્કી, ૧૫૦ બોટલ ઇમ્પેક્ટ બ્લુ ક્લાસીક વ્હીસ્કી તથા ભારતીય બનાવટની વિદેસી બીયરના કીંગફીસર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના ૧૨૭ ટીન એમ કુલ કિ.રૂ. ૧,૦૪,૦૪૦/- નો મુદ્દામાલ સ્સાથે રવીભાઇ રમેશભાઇ વિંઝવાડીયા (રહે- જુના ઘુટુ રોડ, સીલ્વરપાર્ક સોસા. મોરબી-૨)ને પકડી પાડી તેના વિરુદ્ધ કાર્યવાહી આરંભી છે. તેમજ દેવેન્દ્રસિંહ ઉર્ફે બબુ ઝાલા (રહે- જુના ઘુટુ રોડ સીલ્વર પાર્ક સોસા.મોરબી-૨) તથા તપાસમા ખુલે તે વ્યક્તિને વૉન્ટેડ જાહેર કર્યા છે.
ત્રીજા બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીનાં આધારે વીઠ્ઠલપર ગામના પાટીયા પાસે રોડ પર વોચ ગોઠવી મહેશભાઇ કેસાભાઇ મેર (રહે.હીરાણા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર) નામના શખ્સને રોકી તેની પાસેથી ભારતીય પરપ્રાંત બનાવટની રૂ.૩,૦૦૦/-ની કિંમતની મુનવોક ઓરેન્ઝ વોડકાની ૧૦ બોટલ તથા કીંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના રૂ.૧,૦૦૦/-ની કિંમતનાં ૧૦ ટીનનાં મુદ્દામાલ સાથે માલની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ GJ-13-AL-7982 નંબરના હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે મળી કુલ રૂ.૪૪,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને આરોપીની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.