હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાની જોગવાઈઓને લઈને દેશભરના ટ્રક ડ્રાઇવરો ગઈકાલથી હડતાળ પર છે. જેના કારણે ટ્રકના પૈડા થંભી ગયા છે. ત્યારે આ ટ્રક ડ્રાઈવરોની હડતાળના પગલે આજે મોરબીમાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ પોલીસ દ્વારા મોરબી જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રક માલિકો અને ટ્રક ડ્રાઇવરો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાઇવે ઉપર થતા અકસ્માતોમાં ટ્રક ડ્રાઇવરો સામે કેન્દ્ર સરકારે કરેલા કડક કાયદાના વિરોધમાં મોરબી જિલ્લા સહિત રાજ્યના ટ્રકના ડ્રાયવરો ચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. જે અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ આજરોજ મોરબી જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રક માલિકો અને ટ્રક ડ્રાઇવરો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મિટિંગમાં આવેલ તમામને ટ્રાફિક પીઆઈ વી.એમ.લગારિયા તેમજ મોરબી તાલુકા પીઆઈ કે.એ વાળા દ્વારા નવા કાયદા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કોઈ અફવામાં આવી કે કોઈના ઉશ્કેરવાથી ખોટી રીતે કોઈ કાયદા વિરુદ્ધનું કૃત્ય ન કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યું હતું. જે મીટીંગમા ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર તેમજ ખુબ જ બહોળી સંખ્યામાં ટ્રક માલિકો તેમજ ટ્રક ડ્રાઇવરો હાજર રહ્યા હતા.