Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ એકશન મોડમાં:૨૦ જેટલા ટપોરીઓને પોલીસ મથકે લાવી ચેતવણી અપાઈ

મોરબી જિલ્લા પોલીસ એકશન મોડમાં:૨૦ જેટલા ટપોરીઓને પોલીસ મથકે લાવી ચેતવણી અપાઈ

મોરબી જિલ્લામાં ક્યાય પણ લુખ્ખા તત્વો અડિંગો જમાવીને બેસતા હોય અને પરેશાન કરતા હોય તો નજીકના પોલીસ મથકમાં અથવા ૧૦૦ નમ્બર પર સંપર્ક કરો:એસપી રાહુલ ત્રિપાઠી

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસો થી ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ગઈકાલે પણ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને એએસપી અતુલકુમાર બંસલ અને મોરબી એલસીબી પીઆઈ,મોરબી એસઓજી પીઆઇ તથા મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ સહિતના સ્ટાફ દ્વારા મોરબી -૧ માં પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું અને અગાઉ પણ સામાકાંઠે આવેલ વિસ્તારોમાં પણ ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ,ત્રાજપર ચોકડી, વિશિપરા, ખાટકીવાસ,નગરદરવાજા ,રવાપર રોડ નવા-જુના બસ સ્ટેન્ડ,મચ્છી પીઠ સહિતના વિસ્તારોમાં પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

જે દરમિયાન પોલીસ દ્વારા મહિલાઓની અવર જવર હોય એવી બજારમાં અને સ્કૂલ કોલેજની આજુબાજુમાં અડીંગો જમાવીને બેસેલા૨૦ જેટલા આવરા તત્વોને પોલીસ મથકે લઈ જઈને કડક ચેતવણી આપવામાં આવી છે અને એવા વિસ્તારોમાં ખાનગી કપડામાં પોલીસ પેટ્રોલીંગ સતત ચાલુ રહેશે અને ભવિષ્યમાં આવા તત્વોની ઓળખ મેળવી તેને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં આ પેટ્રોલીંગ દરમિયાન ફૂટપાથ પર સમાન ગોઠવી દેતા દુકાનદારોને પણ સૂચના આપવામાં આવી છે અને રોડ પર આડેધડ વાહન પાર્ક કરતા લોકો પર પણ દંડ થી લઈને વાહન ઝપ્ત કરવા સહિત ૧૮૩ જેટલા કેસો કરીને કામગીરી કરવામાં આવી હતી અને ૨૦ જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.

જેથી હવેથી મોરબીમાં બેન્ક ,બસસ્ટેન્ડ તથા મહિલાઓની અવર જવર વધુ હોય એવી બજારોમાં અને સ્કૂલ કોલેજની આજુબાજુમાં ખાનગી કપડામાં પોલીસ જવાનોનું પેટ્રોલીંગ સતત ચાલુ રહેશે અને કોઈ એવા તત્વો ઝડપાસે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે અને મોરબીવાસીઓને જો આવા કોઈ તત્વો જોવા મળે અને કોઈ પ્રકારે હેરાનગતિ કરતા હોય તો ઈમરજન્સી ૧૦૦ નંબર અથવા ૧૧૨ નમ્બર પર સંપર્ક કરી પોલીસને જાણ કરે એવુ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!