Thursday, January 9, 2025
HomeGujaratમોરબી જીલ્લા પોલીસ એકશન મોડમાં:નિયમોનો ઉલાળ્યો કરતા ચાર સ્પા અને દસ હોટલ...

મોરબી જીલ્લા પોલીસ એકશન મોડમાં:નિયમોનો ઉલાળ્યો કરતા ચાર સ્પા અને દસ હોટલ સંચાલક અને ફેકટરીધારક વિરૂદ્ધ ગુનો નોંધાયો

મોરબીમાં આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને લઇ મોરબી જીલ્લા પોલીસ એકશન મોડમાં આવી ગયી છે. ત્યારે મોરબી સીટી એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ મથક તેમજ ટંકારા પોલીસ મથક વિસ્તારમાં આવતા સ્પા પાર્લરો અને હોટલોમાં મેગા ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં નિયમોનો ભંગ કરતા કુલ ૪ હોટલ, ૧ ગોડાઉન તથા ૧૦ સ્પાના સંચાલકો સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસના અલગ અલગ હોટલ અને સ્પામાં કરેલ દરોડામાં મોરબી શહેરમાં તથા તાલુકામાં કુલ ૪ હોટલ સંચાલકો સામે ગુનો નોંધાયો છે. જેમાં જુના બસ સ્ટેન્ડ નજીક સાવસર પ્લોટમાં આવેલ વ્રજ ગેસ્ટ હાઉસમાં રેઇડ કરતા જ્યાં હોટલમાં બહારથી આવતા મુસાફરોનું પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરી તથા સીસીટીવી કેમેરા નહીં રાખતા હોટલ સંચાલક ઘનશ્યામભાઈ પ્રભુભાઈ જીજુવાડિયા ઉવ.૬૦ રહે.કંડલા બાયપાસ રોડ ધર્મસૃષ્ટિ સોસાયટી વાળા સામે જીલ્લા કલેકટરના જાહેરનામના ભંગ બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરાઈ છે. જ્યારે નવા બસ સ્ટેન્ડ સામે આવેલ રાધે ગેસ્ટહાઉસમાં પણ બહારથી આવતા મુસાફરોનું પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરતા હોટલ સંચાલક આરોપી હાજીભાઈ ઉમરભાઈ જીંદાણી ઉવ.૬૫ રહે. કાલિકા પ્લોટ શેરી નં.૨ વાળા સામે તેમજ નવા બસ સ્ટેન્ડ સામે આવેલ આશીર્વાદ ગેસ્ટ હાઉસમાં પણ તેવી જ રીતે મુસાફરોની પથિક સોફટવેરમાં એન્ટ્રી દાખલ ન કરીને જાહેરનામાનો ભંગ કર્યો હોય. આ સિવાય મોરબી તાલુકાના ભરતનગર ગામ નજીક આવેલ કૃષ્ણકુંજ હોટલ એન્ડ ગેસ્ટહાઉસમાં પણ જીલ્લા કલેકટરના જાહેરનામા મુજબ ગેસ્ટહાઉસમાં આવતા મુસાફરોનું પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરતા રાકેશભાઈ શ્યામભાઈ ચૌધરી ઉવ.૩૦ રહે. કૃષ્ણકુંજ હોટલવાળા સામે પણ જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યારે મોરબી શહેર તથા તાલુકા વિસ્તાર સહિત ટંકારા ટાઉનમાં કુલ ૧૦ સ્પા સંચાલકો અને ૧ ગોડાઉન સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ૧૦ સ્પામાં કામ કરતા કર્મચારીઓની સંપૂર્ણ વિગતો સ્પા-સંચાલકો દ્વારા સંબંધિત પોલીસ મથકમાં ન આપતા હોય જેમાં ભક્તિનગર સર્કલ નજીક આવેલ બ્લુ ઓસન સ્પાના સંચાલક સંજયભાઈ મનસુખભાઇ પુરબીયા ઉવ.૩૦ રહે. ઉંચી માંડલ, ભક્તિનગર સર્કલ પાસે સિટીમોલ ખાતે આવેલ ગુલમહોર સ્પાના સંચાલક કેપ્ટનભાઈ મનસુખભાઇ કોચલીયા ઉવ.૨૨ રહે.મોરબી લીલાપર રોડ પ્રજાપત સોસાયટી, ભક્તિનગર સર્કલ પાસે સીટી મોલમાં વેનુસ સ્પાના સંચાલક આરોપી પ્રતિકભાઈ અશોકભાઈ સુતરીયા ઉવ.૨૭ રહે.સીટી મોલ વેનુસ સ્પામાં, ભક્તિનગર સર્કલ નજીક આવેલ ઓરેન્જ સ્પાના સંચાલક આરોપી બાસીતખાન જરદાસખાન પઠાણ ઉવ.૨૮ હાલરહે. લાલપર સીરામીક સીટી એચ-૨ ફ્લેટ નં.૨૦૧ મૂળરહે. હિંમતનગર ૧૦૮ સોસાયટી, ભક્તિનગર સર્કલ ખાતે એચ.ડી.વેલલેસ સ્પાના સંચાલક આરોપી નૈમિશભાઈ યોગેશભાઈ કુબાવત ઉવ.૨૩ રહે.નાની વાવડી, દલવાડી સર્કલ નજીક આવેલ ટોપીન સ્પાના સંચાલક આરોપી તુષારભાઈ અરવિંદભાઈ વાળા ઉવ.૨૪ રહે.હાલ રાજકોટ શ્રીરામ સોસાયટી મૂળરહે.જસદણ હરિકૃષ્ણનગર-૨, કંડલા બાયપાસ રોડ કામધેનુ પાર્ટી પ્લોટ સામે હનીએસ સ્પાના સંચાલક આરોપી પ્રકાશભાઈ મગનભાઈ મૂછડીયા ઉવ.૨૪ રહે.મોરબી-૨ ઇન્દીરાનગર ઉપરાંત મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મોરબી-વાંકાનેર હાઇવે શક્તિ ચેમ્બરમાં ભૂરા હોટલમાં આવેલ મસાજ પાર્લરના સંચાલક આરોપી હિતેન્દ્રકુમાર વિનોદરાય ભદ્રેચા ઉવ.૪૩ રહે.હાલ મોરબી મૂળરહે.પોરબંદર છાયા વિસ્તારમાં, મોરબી-૨ મહેન્દ્રનગર ચોકડી ખાતે જીયાન પ્લાઝામાં આવેલ કામા સ્પાના સંચાલક આરોપી ભાવેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી ઉવ.૨૫ રહે.સો ઓરડી ચામુંડાનગર જ્યારે મોરબી તાલુકા વિસ્તારમાં લીલાપર ગામ નજીક આવેલ ગ્રેવીટી સ્પાના સંચાલક આરોપી બળવંતભાઈ મોતીભાઈ નકુમ ઉવ.૪૦ રહે.વાવડી રોડ કારીયા સોસાયટીવાળા એમ કુલ અલગ અલગ ૧૦ સ્પા સંચાલક આરોપી સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સિવાય ટંકારાના છત્તર ગામે આવેલ સત્યમ પોલીમર્સ નામના ગોડાઉનને ભાડે આપી ભાડા-કરાર પોલીસ મથકમાં ન આપી તેમજ ઉપરોક્ત ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન લગાડવા બદલ ગોડાઉન-માલીક આરોપી વીનેશભાઈ ભગવનજીભાઈ ગોસરા ઉવ.૩૮ રહે.રાજકોટ જકાતનાકા પાસે ઇન્દ્રપ્રસ્થ-૧ તથા આરોપી પ્રદીપકુમાર ગોવિંદભાઇ ચંડાટ ઉવ.૩૪ રહે. ટંકારા તાલુકાના હરબટીયાળી ગામવાળા સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!