Monday, May 20, 2024
HomeGujaratમોરબી જીલ્લા પોલીસ દ્વારા ચૂંટણી બંદોબસ્તમાં આવેલ બહારના જીલ્લાના પોલીસકર્મીઓ માટે સુંદર...

મોરબી જીલ્લા પોલીસ દ્વારા ચૂંટણી બંદોબસ્તમાં આવેલ બહારના જીલ્લાના પોલીસકર્મીઓ માટે સુંદર વ્યવસ્થા કરાઈ

અમદાવાદ પોલીસે વ્હોટ્સઅપ મારફત પત્ર સ્વરૂપે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરતો સંદેશ મોકલાવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી:હાલ મોરબી સહીત સમગ્ર ગુજરાતમાં ત્રીજા ચરણની લોકસભાની સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઇ. ત્યારે ચૂંટણીના બંદોબસ્તમાં આવેલ જીલ્લા બહારના પોલીસકર્મીઓ માટે મોરબી જીલ્લા પોલીસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે તમામ પોલીસ-કર્મચારી માટે જમવાનું, નાસ્તાનું તથા ધોમ ધખતા તાપમાં ટાઈમ ટુ ટાઈમ લીંબુ સરબત તેમજ અન્ય સગવડો પુરી પાડી સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થામાં મોરબી સિટી એ ડિવિઝનમાં ફરજ બજાવતા એ.પી.જાડેજા અને ચકુભાઈ રબારી જોડાયા હતા.જે બદલ અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા પોલીસકર્મી દ્વારા વ્હોટ્સએપ મારફત પત્ર સ્વરૂપે આભાર વ્યક્ત કરતો મેસેઝ કર્યો હતો.

અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાંચ પોલીસકર્મીએ વ્હોટ્સએપ મારફત અક્ષરસઃ સંદેશ

હું જનકપુરી કે. ગોસ્વામી નોકરી એસ.ઓ.જી. ક્રાઇમ. બ્રાન્ચ અમદાવાદ શહેર નાઓ જણાવું છું કે મારી 15 વર્ષની નોકરીમાં મે ઘણા બધા ચૂંટણી બંદોબસ્ત કર્યા છે તે સિવાય પણ બીજા અન્ય અગત્યના બંદોબસ્ત કર્યા પણ મને આ વખતે લોકસભા ચૂંટણી 2024માં આપ સાહેબ હસ્તકના મોરબી જીલ્લાના એ ડિવિજન પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે બંદોબસ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું આમાં આપ સાહેબ દ્વારા બહારના જીલ્લામાંથી આવેલ પોલીસ માટે જે વ્યવસ્થા અને મેનેજમેન્ટ કરવામાં આવેલ હતું તે અદ્ભૂત અને અકલ્પનીય હતું ખુબજ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ જેમાં ખાસ કરીને પોલીસને શુદ્ધ અને સાત્વિક નાસ્તો અને ભોજન મળી રહે તે માટે જે આયોજન કરેલ તે બહુજ સરસ હતું.

જેમાં ચકાભાઈ અને તેમની ટીમના સતત પ્રયત્નો દ્વારા પોલીસને સમયસર ગરમા ગરમ નાસ્તો અને જમવાનું મળ્યુ તે બદલ પણ તેમની ટીમનો આભાર માનું છું

આ સિવાય પેટ્રોલીંગ ટીમના PSI સેંદરવા સાહેબ તથા તેમની સાથેના પ્રભાતભાઇ દ્વારા શક્ય બને એટલી તમામ સગવડો પૂરી પાડવામાં આવેલ તેમની ટીમનો પણ આભાર માનું છું, આ સિવાય PCRના પોલીસ જવાનો દ્વારા પણ સમયસર લીંબુ સરબત તેમજ બીજી અન્ય સગવડો પૂરી પાડવામાં આવેલ તે બદલ હું તેઓનો પણ આભાર માનું છું તથા આપ સાહેબની નેતૃત્વવાળી ટીમના અન્ય માણસો પણ આ કામગીરીમાં રોકાયેલ હશે જેઓ દ્વારા પણ કામગીરી કરવામાં આવેલ છે જે અમારા સંપર્કમાં આવેલ નથી પણ તેઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું

આ વખતની લોકસભા 2024 ની ચૂંટણી બંદોબસ્તના સંસમરણો હંમેશા યાદ રહેશે. આપ સાહેબનો દિલથી આભાર વ્યક્ત કરું છું. જયહિન્દ..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!