પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ દ્વારા પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા અંગે સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા મોરબી જિલ્લા પોલીસને સૂચનો કરતા જિલ્લા પોલીસે બે સ્થળોએથીએથી પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે. તેમજ વનાળીયા ગામની સીમમાં ધમધમતું જુગારધામ પકડી પાડ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે મોરબીનાં વીસીપરા રોહીદાસપરા વંડા પાસે રેઇડ કરી હતી. અને સ્થળ પરથી જુગાર રમતા ભુપેન્દ્ર ઉર્ફે હાથી ગોવીંદભાઇ ચૌહાણ, મનીષભાઇ લક્ષમણભાઇ વાઘેલા, જીજ્ઞેશભાઇ મનસુખભાઇ મકવાણા, આસીફભાઇ યુનુશભાઇ સુમરા, ગૌતમભાઇ ઉર્ફે ગવો દલપતભાઇ ચૌહાણ, હાસમ ઉર્ફે રાજા જુમાભાઇ સુમરા તથા શબીરભાઇ કાસમભાઇ સુમરાને પકડી પાડી જુગારધારા કલમ ૧૨ મુજબ તમામ વિરુદ્ધ ગુનો નોંધી રોકડા રૂપીયા – ૧૩,૨૩૦/-ના મુદ્દામાલ તમામને જેલ હવાલે કર્યા છે.
બીજી બાજુ મોરબી તાલુકા પોલીસનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મનોજભાઇ રતીલાલ સદાતીયા નામનો મોરબીનાં દલવાડી સર્કલ પાસે વૃંદાવન પાર્કમાં રહેતો શખ્સ પોતાની વનાળીયા ગામની સીમમાં આવેલ કેનાલ પાસેની વાડીની ઓરડીમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડી જુગારધામ ચલાવે હે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગારધામ ચલાવતા મનોજભાઇ રતીલાલ સદાતીયા સહીત ભાવેશભાઇ કાનજીભાઇ ભેસદળીયા, પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુત, મીલનભાઇ રમેશભાઇ ગોપાણી, મનીષભાઇ કેશવજીભાઇ મોરડીયા, જયદીપભાઇ ઘનશ્યામભાઇ ભડાણીયા, ભાવેશભાઇ ભગવાનજીભાઇ મેરજા, રવીરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા,ઇન્દ્રસિંહ ઉર્ફે ઇનુભા ગંભીરસિંહ ઝાલા, લીલાધરભાઇ બેચરભાઇ સંતોકી, વિશાલભાઇ હસમુખભાઇ ગાંભવા, નંદલાલભાઇ લખમણભાઇ રૈયાણી તથા હીતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા એમ કુલ 13 શખ્સોને જુગાર રમતા પકડી પાડ્યા છે અને તમામ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









