Saturday, June 21, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસે નવા ત્રણ કાયદા અંગે સ્પર્ધા યોજી:વિજેતાને ઈનામ આપી સન્માન...

મોરબી જિલ્લા પોલીસે નવા ત્રણ કાયદા અંગે સ્પર્ધા યોજી:વિજેતાને ઈનામ આપી સન્માન કરાયું

મોરબી જીલ્લા પોલીસ દ્વારા નવા કાયદાની લોકોને સમજ આપવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. નવા 3 કાયદા અંગે ચિત્ર, ઓડિયો, વીડિયો સ્પર્ધા યોજવામા આવી હતી. જેનું પરીણામ મોરબી જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાને સંગીતા હડીયલ, ઓડિયો સ્પર્ધામાં પ્રથમ સ્થાને અવની વાઢેર અને વિડિયો સ્પર્ધામાં પ્રથમ સ્થાને સાક્ષી કોઠારી આવી હતી. જેને રોકડ પુષ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જાહેર જનતાને નવા કાયદાની સમજ આપવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ત્રણેય નવા કાયદા વિશે માહિતી મળે એ હેતુથી ઓડિયો, વીડિયો તેમજ ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે સ્પર્ધામાં પ્રથમ, દ્વીતિય તેમજ તૃતીય આવનારને રૂ.૨,૦૦૦થી રૂ.૨૦,૦૦૦ સુધીના રોકડ ઈનામો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે સંગીતા હડિયલ, દ્વિતીય સ્થાને હેત્વી ડી. કઢાણીયા, અને તૃતીય નંબરે નેન્સી ભોરણીયા અને સાગર પરમાર, ઓડિયો સ્પર્ધામાં અવની વાઢેર, દ્વિતીય સ્થાને ડૉ. ફેની સૂચક, તૃતીય સ્થાને નંદિની સોની તેમજ વિડીયો સ્પર્ધામાં પ્રથમ નંબરે સાક્ષી કોઠારી, દ્વિતીય નંબરે ભાવિકા પારેખ અને તૃતીય નંબરે મિતેષ દવે વિજેતા બનતા રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!