Sunday, August 31, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું કરાયું આયોજન

મોરબી જિલ્લા પોલીસ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું કરાયું આયોજન

મોરબી જિલ્લા પોલીસ દ્વારા “FIT INDIA MOVEMENT” તથા “NATIONAL SPORTS DAY” અંતર્ગત આજ રોજ મોરબી ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ ભાગ લીધો હતો. 

- Advertisement -
- Advertisement -

રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવની સુચના અને મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલના માર્ગદર્શન તથા આગેવાની હેઠળ “FIT INDIA MOVEMENT” તથા “NATIONAL SPORTS DAY” અનુસંધાને આજ રોજ મોરબીના મકનસરમાં આવેલ પોલીસ હેડક્વાર્ટર ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ તથા ટગ ઓફ વોર (રસ્સા ખેંચ) ની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતુ.

આ સ્પર્ધામાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહસભર ભાગ લીધો હતો. જેમાં મોરબી જિલ્લા એસ.પી. તરફથી વિજેતા તથા ઉપ-વિજેતા ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તદ્દઉપરાંત, શાળાના બાળકો પણ આ રમતોમાં ભાગ લે તે હેતુસર પોલીસ હેડક્વાર્ટર ખાતે આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને અલગ-અલગ રમતોમાં ભાગ લેવડાવી તમામ વિદ્યાર્થીઓને જીવનમાં રમત-ગમતના મહત્વ તથા શારીરિક તંદુરસ્તી બાબતે જાગૃત રહી વધુમાં વધુ શારીરિક રીતે કાર્યરત રહેવા બાબતે માર્ગદર્શન આપી શપથ લેવડાવવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!