વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે ‘મન કી બાત’ સંબોધવામાં આવે છે. આજે 30 એપ્રિલના રોજ મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેનું મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું.
મોરબી સીટી ડિવિઝન પોલીસ મથક ખાતે પણ મન કી બાતના ૧૦૦માં એપિસોડનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મોરબી તાલુકા અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકનુ સાર્થક વિદ્યાલય ખાતે જયારે હળવદ , ટંકારા અને માળીયા મી. પોલીસ મથક એમ અલગ-અલગ સાત જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ, જી.આર.ડી. તેમજ હોમગાર્ડના જવાનો અને પ્રતિષ્ઠીત નાગરિકો અને સમાજના આગેવાનો જોડાયા હતા. તેમજ મોટી સંખ્યામાં અધિકારીઓ કર્મચારીઓ અને આગેવાનોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો.