છેલ્લા ઘણા સમયથી દરરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસ દરોડાઓ પાડી રહી છે અને રાજ્યભરમં ઘણાં સ્થળેથી મોટી રકમ સાથે તો કેટલાક સ્થળેથી મામુલી રકમ સાથે જુગાર રમી રહેલા લોકો પકડાય છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસની ટીમે ત્રણ સ્થળોએ રેઈડ કરી કુલ ૧૪ પત્તાપ્રેમીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબીનાં રોહીદાસપરા વંડા પાસે જાહેર શેરીમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા વિનોદભાઇ રવજીભાઇ ચૌહાણ (રહે.રોહીદાસપરા શેરી નં. ૩ બાલ મંદિર પાછળ મોરબી), અનીલભાઇ મનોજભાઇ ચૌહાણ (રહે.રોહીદાસપરા મઢવાળી શેરીમાં મોરબી), વિશાલભાઇ ડાયાભાઇ ચૌહાણ (રહે.રોહીદાસપરા શેરી નં.૩ બાલ મંદિર પાછળ મોરબી), મહેશભાઇ ખેંગારભાઇ સોલંકી (રહે.રોહીદાસપરા મેઇન રોડ બાલ મંદિર ની બાજુમાં મોરબી) તથા સુભાષભાઇ ઉર્ફે સીંધો મુળજીભાઇ બોસીયા 9રહે.રોહીદાસપરા શેરી નં.૩ બાલ મંદિર પાછળ મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૪૪૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે વીસીપરા રેલ્વે સ્ટેશન પાછળ કબીર આશ્રમ પાસે રેઇડ કરી જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા વિજયભાઇ દિનેશભાઇ રાઠોડ (રહે.હાલ રાજકોટ ભગવતીપરા શેરી નં.૧ મુળ રહે. મોરબી રેલ્વે સ્ટેશન પાછળ કબીર આશ્રમ પાસે), જાવીદભાઇ સીદીકભાઇ સુમરા (રહે.મોરબી રેલ્વે સ્ટેશન પાછળ કબીર આશ્રમની બાજુમાં) તથા સીદીકભાઇ અભરામભાઇ સુમરા (રહે.મોરબી રેલ્વે સ્ટેશન પાછળ કબીર આશ્રમની બાજુમાં) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૨૧૩૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ત્રીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, સાપકડા ગામે મેઈન બજારમાં ઉમીયા કીરાણા સ્ટૉરની પાસે જાહેરમાં શેરીમાં અમુક ઈસમો ગેરકાયદેસર રીતે ગંજી પતાના પના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી મનસુખભાઈ મોહનભાઈ રાઠોડ (રહે. સાપકડા મેઈન બજાર તા.હળવદ જી.મોરબી), સવજીભાઈ વીજાભાઈ સિણોજીયા (રહે.હાલ.નવા સાપકડા તા.હળવદ જી.મોરબી. મુળ રહે. જેગડવા ચરમારીયા દાદાના મંદીર પાસે તા.હળવદ જી.મોરબી), હરેશભાઈ ભગવાનભાઈ રાતોજા (રહે. નવા ગામ સાપકડા તા.હળવદ જી.મોરબી), અનિલભાઈ દેવજીભાઇ રાતોજા (રહે. નવા ગામ સાપકડા તા.હળવદ જી.મોરબી), વાસુદેવભાઈ વીરજીભાઈ ગોઠી (રહે.સાપકડા તા.હળવદ જી.મોરબી), ચંદુભાઈ ત્રિભોવનભાઈ ગોઠી (રહે. સાપકડા પ્રા.શાળા પાસે તા.હળવદ જી.મોરબી) તથા મુકુંદભાઈ પરષોત્તમભાઈ રાવલ (રહે.સાપકડા દરબારગઢ પાસે તા.હળવદ જી.મોરબી) નામના ઈસમોને જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂ.૧૨,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.