Friday, January 10, 2025
HomeGujaratમોરબી જીલ્લા પોલીસનો સપાટો, જુગારના વધુ ૬ દરોડામાં ૨૭ જુગારી ઝબ્બે

મોરબી જીલ્લા પોલીસનો સપાટો, જુગારના વધુ ૬ દરોડામાં ૨૭ જુગારી ઝબ્બે

મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ચાર તેમજ વાંકાનેરમાં એક તથા ટંકારામાં એક એમ અલગ અલગ જગ્યાએ જુગારના ૬ દરોડામાં કુલ ૨૭ જુગરીઓને ઝડપી લેવામાં આવી જુગારની પ્રવૃત્તિ કરતા જુગરીઓમાં ધાક બેસાડતી કામગીરી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા જુગારના અલગ અલગ ચાર દરોડાની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી-૨ કાંતિનગરમાં સ્કૂલની બાજુમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ઈરફાનભાઈ અબ્બાસભાઈ ભટ્ટી ઉવ.૧૯, ફિરોજભાઈ કરીમભાઈ ભટ્ટી ઉવ.૨૭, જુસબભાઈ તાજમામદ ભટ્ટી ઉવ.૩૫ તથા રવિભાઈ ભીખાભાઇ ચાવડા ઉવ.૨૨ બધા રહે.મોરબી-૨ ઇન્દિરાનગરને રોકડા રૂ.૨૦,૧૦૦ સાથે ઝડપી લેવાયા હતા જ્યારે બીજા દરોડામાં કાંતિનગરમાં જ દરોડો પાડતા જુગાર રમી રહેલા ત્રણ ઈસમો જેમાં સલીમભાઈ ઓસમાણભાઇ મોવર ઉવ.૩૭, સલીમભાઈ કરીમભાઈ ભટ્ટી ઉવ.૪૨

તથા સોહીલભાઈ આદમભાઈ ભટ્ટી ઉવ.૨૮ને પકડી પાડવામાં આવ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ૧૪,૫૧૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ શીતલ આઈસ્ક્રીમ શિવ કોમ્પ્લેક્સની બાજુમાં જાહેરમાં તીનપત્તીના જુગારની બાજી માંડી બેઠેલા યશપાલસિંહ કૃષ્ણસિંહ ઝાલા ઉવ.૨૫ રહે.મોરબી-૨ હાઉસિંગ બોર્ડ, પ્રતીપાલસિંહ રાજુભા રાઠોડ ઉવ.૨૫ રહે. મોરબી-૨ નિત્યાનંદ સોસાયટી, રાજદિપસિંહ બલભદ્રસિંહ ઝાલા ઉવ.૨૪ રહે.મોરબી-૨ વૃદાવન પાર્ક, પ્રકાશભાઈ કનૈયાલાલ ડાખોર ઉવ.૩૧ રહે.મોરબી-૨ વિદ્યુતનગર, ઉદયરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા ઉવ.૨૭ રહે.મોરબી-૨ અનંતનગર સોસાયટી, જયભાઈ હીતેષભાઈ સમાનુજ ઉવ.૨૨ રહે.મહેન્દ્રનગર જુનુંગામ, મનદીપસિંહ હરદેવસિંહ જાડેજા ઉવ.૩૩ રહે.મોરબી-૨ વિદ્યુતનગર તથા કુલદીપસિંહ વિભાજી જાડેજા ઉવ.૩૫ રહે.મોરબીને જુગાર રમતા ઝડપી લઈ જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૨૫,૯૮૦/- કબ્જે કરી તમામ આઠેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનાની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યારે ચોથા દરોડામાં મોરબી-૨ કુબેરના ઢાળ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે પૈસાની લેતી દેતી કરી ગંજીપત્તાના પત્તા વડે તીનપત્તીનો જુગાર રમતા અમરભાઈ અવચરભાઈ અગેચણીયા ઉવ.૩૨ રહે.ત્રાજપર ચાર રસ્તા તથા અમિતભાઈ નવઘણભાઈ આંતરેસા ઉવ.૨૮ રહે.ઇન્દિરાનગરવાળા એમ બે આરોપીને મોરબી બી ડિવિઝન પોલીસે રૂ.૧૦,૩૪૦/-સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત પાંચમા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે વાંકાનેરમાં શિવપાર્ક સોસાયટીમાં જુગારની મળેલ બાતમીને આધારે રેઇડ કરતા જાહેરમાં તીનપત્તીના જુગારની મોજ માણી રહેલા નિલેશભાઇ મેણશીભાઈ કરગઠીયા ઉવ.૨૧, ધર્મેશભાઈ મહેશભાઈ રામાવત ઉવ.૨૬, અજયભાઈ વાસુદેવભાઈ અગ્રાવત ઉવ.૨૧, મહેશભાઈ આત્મારામભાઈ રામાવત ઉવ.૫૨, હાર્દિકસિંહ વિજયસિંહ ઝાલા ઉવ.૨૭ બધા રહે.શિવપાર્ક સોસાયટી વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧૭,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ધર્મભક્તિ સોસાયટીમાં જયેશભાઇ પઢારીયાના ઘરની બહાર જાહેરમાં તીનપત્તીના જુગારની મહેફિલ કરી બેઠેલા જયેશભાઈ ચતુરભાઈ પઢારીયા ઉવ.૩૧,ખુમાનસિંહ સુખદેવસિંહ ઝાલા ઉવ.૪૦, મહેશભાઈ પરસોતમભાઈ ડાંગરોસીયા ઉવ.૪૫, રમેશભાઈ પરસોતમભાઇ ડાંગરોસીયા ઉવ.૫૫ ચારેય રહે.ટંકારા ધર્મભક્તિ સોસાયટી, નરશીભાઈ ગંગારામભાઈ ઇંગરોડીયા ઉવ.૫૯ રહે.મૂળગામ સુ.નગર જી.દિગસર હાલ ટંકારવાળાને પોલીસે જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે આરોપીઓ પાસેથી કુલ રોકડા રૂ.૧૧,૨૪૦/-ની રકમ કબ્જે લઈ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!