મોરબીમાં જુગારીઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. રોજબરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે પાંચ સ્થળોએ રેઈડ કરી જુગાર રમતા ૩૩ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બે ઈસમો ફરાર થઈ જતા તેઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ઈંન્દીરાનગર મફતીયાપરા સોમાભાઈ ના મકાન પાસે શેરીમા અમુક શખ્સો જુગાર રમી રહ્યા છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા પ્રકાશભાઈ સોમાભાઈ મકવાણા ( રહે. ઈંન્દીરાનગર મફતીયાપરા મોરબી-૨), સોમાભાઈ લાખાભાઈ મકવાણા (રહે. ઈંન્દીરાનગર મફતીયાપરા મોરબી-૨), સુરેશભાઈ ધનજીભાઈ વરાણીયા (રહે. ઈંન્દીરાનગર મફતીયાપરા મોરબી-૨), દીનેશભાઈ કાંન્તીભાઈ બારૈયા (રહે. ઈંન્દીરાનગર મફતીયાપરા મોરબી-૨), શામજીભાઈ ગંગારામભાઈ પાટડીયા (રહે. ઈંન્દીરાનગર મફતીયાપરા મોરબી-૨), ભરતભાઈ મગનભાઈ વરાણીયા (રહે ઈંન્દીરાનગર મફતીયાપરા મોરબી-૨), ગાડુભાઈ નારણભાઈ ટીડાણી (રહે ત્રાજપર ભરવાડ સમાજ ની વાડી ની બાજુમા મોરબી-૨) તથા શામજીભાઈ દેવજીભાઈ વરાણીયા (રહે ત્રાજપર એસ્સાર પંપ ની પાછળ મોરબી-૨) નામના શખ્સોને રોકડા રૂપીયા- ૧૫,૬૫૦ /-નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે ત્રાજપર ખારીમા રામજીમંદીરની બાજુમા શેરીમા રેઈડ કરી જયેશભાઈ જયતીભાઈ માકાસણા (રહે. ધરમપુર નવા પ્લોટ મા તા.જી મોરબી), લાલજીભાઈ શંકરભાઈ કગથરા (રહે.કબીર ટેકરી જેલ રોડ મોરબી), સુનીલભાઈ ગોરધનભાઈ સુરેલા (રહે.ઈંન્દીરાનગર મંગલમવિસ્તાર મોરબી-૨), રવીભાઈ રમેશભાઈ અંગેચણીયા (રહે. કબીર ટેકરી જેલ રોડ મોરબી), મયુરભાઈ ચુનીલાલભાઈ અંગેચણીયા (રહે. ત્રાજપર ખારી મોરબી), નાસીરભાઈ અનવરભાઈ માલાણી (રહે.કાન્તીનગર મસ્જીદની બાજુમા મોરબી -૨) તથા અવેશભાઈ તૈયબભાઈ સામતાણી (રહે.ત્રાજપર ખારી મોરબી -૨)ને જાહેરમાં જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા- ૨૨,૩૦૦ /-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે પોલીસને આવતી જોઈ જતા રવીભાઈ કુવરીયા (રહે.ત્રાજપર મોરબી-૨) તથા હકાભાઈ કુવરીયા (રહે.ત્રાજપર ખારી યોગીનગર) નામના શખ્સો ફરાર થઈ જતા તેમને વોન્ટેડ જાહેર કરી પોલીસે તમામ વિરુધ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
ત્રીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીનાં આધારે મોરબી તાલુકાના પાવડીયારી કેનાલ પાસે, ક્યુરા સિરામીકની દિવાલની પાછળરેઈડ કરી જાહેરમાં જુગાર રમતા દિનેશભાઇ ભીખાભાઇ ઝાલા (હાલ રહે-ક્યુરા સિરામીકની ઓરડીમાં પાવડીયારી કેનાલ,જેતપર રોડ તા.જી.મોરબી મુળ રહે-રામપરા તા.ધ્રાંગ્રધા જી.સુરેન્દ્રનગર), હસમુખભાઇ અમરશીભાઇ મકવાણા (રહે- જસમતગઢ તા.જી.મોરબી), દેવજીભાઇ પરસોતમભાઇ ચાવડા (હાલ રહે-ક્યુરા સિરામીકની ઓરડીમાં,જેતપર રોડ તા.જી.મોરબી મુળ રહે-રામપર તા.મુળી જી.સુરેન્દ્રનગર), રાજેશભાઇ રમેશભાઇ રાઠોડ (રહે-ઘુંટુ ગામ તા.જી.મોરબી), અલ્પેશભાઇ મેરામભાઇ માધર (રહે-માનસધામ સો.સા.,પીપળી રોડ તા.જી.મોરબી મુળ રહે-ચોરવીરા તા.સાયલા જી.સુરેન્દ્રનગર) તથા જયેશભાઇ લક્ષ્મણભાઇ વાણીયા (રહે-માનસધામ સોસાયટી પીપળી રોડ તા.જી.મોરબી મુળ રહે-પીપળી તા.પાટડી જી.સુરેન્દ્રનગર) નામના શખ્સોને પકડી પાડી રોકડા રૂ.૩૫,૫૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ચોથા દરોડામાં, હળવદ પોલીસની ટીમે બાતમીના આધારે જી.આઇ.ડી.સી. પાસે આવેલ શિવલ કોમ્પલેક્ષની બાજુમાં વડવાળા દુકાન બહાર રેઈડ કરી પૈસા પાના વતી નશીબ આધારીત હાર જીતનો તીન પતી રોન પોલીસનો જાહેરમાં જુગાર રમતા રણજીતભાઇ રમેશભાઇ કલોતરા (રહે- હળવદ જુની મામલતદાર ઓફીસ સામે તા-હળવદ જી-મોરબી), મહીપાલભાઇ મહેશભાઇ કલોતરા (રહે- ધાંગધ્રા, નરશીપરા તા ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર), અજમલભાઇ છગનભાઇ ભુંભરીયા (રહે હળવદ બસ સ્ટેશન પાસે તા.હળવદ જી.મોરબી) તથા મેહુલભાઇ જેશીંગભાઇ બાર (રહે હળવદ બસ સ્ટેશન પાછળ તા. હળવદ ,જી. મોરબી) નામના શખ્સોને પકડી પાડી રોકડા રૂપિયા ૨૦,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
જયારે પાંચમાં દરોડામાં, મોરબી એલસીબી દ્વારા મોરબી કંડલા હાઇવે રોડ પર આવેલ જીતેશભાઇ લક્ષ્મણભાઇ બાલાસરા નામના શખ્સનાં કે.કે.કોલ નામના કોલસાના ડેલાની ઓફીસની બાજુમાં આવેલ રસોડામાં રેઈડ કરી સ્થળ પર ચાલતો જુગારનો અખાડો પકડી પાડવામાં આવ્યો હતો અને સ્થળ પરથી જીતેશભાઇ લક્ષ્મણભાઇ બાલાસરા (રહે.નાગડાવાસ તા.જી.મોરબી), વનરાજસિંહ રણજીતસિંહ રાઠોડ (રહે.મોરબી શનળા રોડ જીઆઇડીસી સામે અંકુર સોસાયટી જી.મોરબી), વિજયભાઇ ભીમશીભાઇ વાઘ (રહે.મોરબી રવાપર કેનાલ રોડ રામકો બંગલો પાછળ ડ્રીમ પેલેસ બ્લોક નં.૬૦૨ મુળ રહે.મેંદરડા સામાકાંઠા વિસ્તાર તા.મેંદરડા જી.જુનાગઢ), મૌલીકભાઇ વલમજીભાઇ કાવર (રહે.મોટા દહિંસરા ક્રિષ્નાનગર તા.માળીયા મિં. જી.મોરબી), અંકિતભાઇ પટેલ (રહે.મોરબી), હિરેનભાઇ પટેલ(રહે.મોરબી), રોહિતભાઇ પટેલ (રહે.મોરબી) તથા નિકુંજભાઇ દેવદાનભાઇ ડાંગર (રહે.મોરબી-૨ વિધુતનગર સોસાયટી) નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. અને તેમની પાસેથી રોકડ રૂ.૪,૭૪,૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.