Monday, January 13, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસનો સપાટો : અલગ અલગ ચાર સ્થળોએ દરોડા પાડી દેશી...

મોરબી જિલ્લા પોલીસનો સપાટો : અલગ અલગ ચાર સ્થળોએ દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી

આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી શહેર અને જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ કડક શબ્દોમાં સૂચના આપતા મોરબી જિલ્લા પોલીસ તંત્ર કાર્યવાહી કરી રહ્યું હતું. જે દરમિયાન ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે 4 સ્થળોએ દરોડા પાડી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ મચ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે ટંકારા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, છતર ગામની સીમમા હરેશભાઇ બધાભાઇ પરમારની વાડીની બાજુમાંથી નીકળતી નદીના કાઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી આરોપી હરેશભાઇ બધાભાઇ પરમાર ઝડપાયો હતો. જેની પાસેથી પોલીસે ૦૫ લીટર દેશી દારૂ, ૫૦ લીટર દેશી દારૂ બનાવવાનો ગરમ આથો, ૪૦૦ લીટર ઠંડો આથો તથા દેશીદારૂ બનાવવાના ભઠીના સાધનો સહીત કુલ રૂ.૨૦૬૦/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આરોપીને જેલ હવાલે કર્યો છે.

જયારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસની ટીમે રાતાવીડા ગામની સીમમાં હળદરી ધારની સીમ તરીકે ઓળખાતી ખરાબાની જગ્યામાં બાવળના ઝુંડમાં ચાલટી દેશી દારૂની ભઠ્ઠી પર બાતમીના આધારે રેઇડ કરી સ્થળ પરથી ૧૬૦૦ લીટર દારૂ ગાળવાનો ઠંડો આથો, ૬૦ લીટર દેશી દારૂ, ભઠીના સાધનો ગેસના લોખંડના ચુલા સહીત કુલ ૭૮૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે આરોપી સાર્દુલભાઇ હરજીભાઇ કુકવાવા નામનો શખ્સ સ્થળ પરથી મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જયારે બીજી બાજુ મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીના આધારે લીલાપર રોડ, રામાપીરના મંદિર પાછળ ઓકળાના કાંઠે, કાળીપાટ વિસ્તારમાં રેઇડ કરી સ્થળ પર ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. જેમાં પ્લાસ્ટિકના બાચકામાં રહેલ ૨૦ લીટરની દેશી દારૂ ભરેલ ૧૦૦ પ્લાસ્ટિકની કોથળી તથા કેફી પ્રવાહી બનાવવાનો આથો સહીત કુલ રૂ.૧૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સ્થળ પરથી મળી ન આવતા રવિભાઇ ચંદુભાઇ સાગઠીયા નામના આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કાર્ય છે.

જયારે ચોથા દરોડામાં મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વેજીટેબલ રોડ આદર્શ સોસાયટી સામે નદીના પટ્ટ પાસે આવેલ બાવળની જાળીમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમે છે. જે હકીકતના આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી પ્લાસ્ટિકના કેરબામાં રહેલ આશરે ૧૫ લીટર કેફી પીણુ ભરેલ હોય જે કેરબામાં ૧૫ લીટર દેશી દારૂ, દેશી દારૂ બનાવવાનો આથો ભરેલ ૨૦ લીટરની ક્ષમતા વાળા પ્લાસ્ટિકના ૪ કેરબા જેમાં ૮૦ લીટર આથો ભરેલ હોય જે મળી કુલ રૂ.૪૬૦/- નો મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપી જેસીંગભાઇ ઉર્ફ હનુમાન હરખાભાઇ અગેચણીયા રેઇડ દરમ્યાન હાજર મળી નહી આવતા તેનાં વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!