Friday, October 18, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસનો સપાટો : એક જ દિવસમાં ચાર સ્થળોએથી વિદેશી દારૂનો...

મોરબી જિલ્લા પોલીસનો સપાટો : એક જ દિવસમાં ચાર સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો

મોરબી જિલ્લા પોલીસ અવાર-નવાર રેઇડ કરી અનેક સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરે છે. અને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે છે. પરંતુ આ જાકુબનાં ધંધા કરવા ટેવાયેલ લોકો જાણે પોતાની આદતોથી બહાર આવવા માંગતા ન હોય તેમ ફરી દારૂ વેચવાનું ચાલુ કરી દયે છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે પાંચ સ્થળોએ રેઇડ કરી એક મહિલા સહીત કુલ ત્રણ ઈસમોને પકડી પાડ્યા છે. જયારે એક શખ્સ ફરાર થયો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે મોરબી વાવડી ચોકડી પાસેથી વિરમભાઈ નરશીભાઈ મકવાણા (રહે. નવી ટીંબડી,રામદેવ પીર ના મંદીર પાસે,તા.જી.મોરબી) નામના યુવકને ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ ની કાચની કંપની શીલબંધ ૧ બોટલના રૂ.૫૦૦/-નાં મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, રવાપર ઘુનડા રોડ પરથી એક મહિલા TVS જ્યુપીટર સ્કુટરમાં વિદેશી દારૂનો જથ્થો લઈ નીકળનાર છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી રેખાબેન લલીતભાઇ વઘોરા (રહે. નાની વાવડી ગામ તા.જી. મોરબી) નામની મહિલાને બ્લુ કલરના નંબર પ્લેટ વગરના રૂ.૭૦,૦૦૦/-ની કિંમતના TVS જ્યુપીટર સ્કુટર સાથે રોકી તેના સ્કૂટરની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨ બોટલોનો રૂ.૮૯૫/- નો મુદ્દામાલ મળી આવતા પોલીસે મહિલા આરોપી પાસેથી મળી આવેલ રૂ.૧૦,૦૦૦/-ની કિંમતના બે મોબાઇલ ફોન તથા રોકડા રૂ.૩૫૫૦/- મળી કુલ રૂ.૮૪,૪૪૫/- નો મુદ્દમાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં, મોરબી તાલુકાપોલીસની ટીમે ગાળા ગામની આગળ સેગમ સીરામીક સામે રોડ ઉપરથી ચેકીંગ દરમિયાન રમેશભાઇ દેવરખીભાઇ કરંગીયા (રહે-હાલ સાપરા ગામના દીગવિજયસિંહના મકાનમાં ભાડેથી તા.જી.મોરબી મુળ રહે-ગોદાવરી તા.લાલપૂર જી.જામનગર) નામના શખ્સ પાસેથી ૧૦૦ પાઇપરસ ડીલક્સ બ્લેન્ડર સ્કોચ વ્હીસ્કીની એક બોટલનો રૂ.૫૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે ચોથા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ઘુટુ પ્લોટ વિસ્તાર હનુમાનજીના મંદીર પાછળ વોકળા કાંઠે આવેલ હરજીભાઇ ધીરૂભાઇ અદગામાનાં રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો છુપાડવામાં આવ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી રહેણાંક મકાનમાં છુપાડેલ ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ વ્હીસ્કી/વોડકાની કાચની કંપની સીલ પેક કુલ ૯૫ બોટલોનો રૂ.૩૪,૫૦૦/- નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી આરોપી સ્થળ પરથી મળી ન આવતા હરજીભાઇ ધીરૂભાઇ અદગામા વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!