Saturday, May 18, 2024
HomeGujaratદેશી દારૂની ભઠ્ઠીઓ પર મોરબી જિલ્લા પોલીસની તવાઈ : બે ભઠ્ઠીઓ ઝડપી...

દેશી દારૂની ભઠ્ઠીઓ પર મોરબી જિલ્લા પોલીસની તવાઈ : બે ભઠ્ઠીઓ ઝડપી પાડી

મોરબી જિલ્લામાં આગમી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પોલીસ બેડામાં પ્રોહિબિસનનાં ગુનાને ડામવા જરૂરી સૂચનો કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન જિલ્લા પોલીસે વિવિધ સ્થળો પર રેઇડ કરી બે દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમા રફાળેશ્વરથી લીલાપર જવાના રસ્તે, મચ્છુ નદીના પુલ નીચે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર રેઇડ કરી હતી. અને દેશી પીવાના દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ રાખી પતરાનુ ૧ બેરલમાં રહેલ ૧૦૦ લીટર ગરમ આથો, આશરે ૨૦૦ લીટર ક્ષમતાવાળા ૨ બેરલમાં રહેલ દેશીદારૂ બનાવવાનો ૪૦૦ લિટર ઠંડો આથો તથા પ્લાસ્ટીકના આશરે ૩૦ લીટર ક્ષમતાવાળા ૨ કેનમાં રહેલ દેશીદારૂ જેવુ ૫૦ લીટર કેફી પ્રવાહી તથા ભઠ્ઠી લગત સાધનો મળી કૂલ રૂ.૪,૬૫૦/- ના મુદામાલ સાથે વિપુલભાઇ મગનભાઇ દેગામા, નવઘણભાઇ જેઠાભાઇ દેગામા, આકાશ રમેશભાઇ છાયા એમ ફૂલ ત્રણ આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી બાજુ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, શોભેશ્વર રોડ મફતીયા પરા આરોપીના કબજા ભોગવટા વાળી ઓરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલિસે રેઇડ કરતા સ્થળ પરથી ૫૦ લીટર ગરમ આથો તથા ૩૨૦ લીટર ઠંડો આથો, આશરે ૨૫ લીટર દેશી દારૂ સહિત ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૪,૪૯૦/- નો મુદામાલ મળી આવ્યો હતો. જ્યારે આરોપી કરશન લાભુભાઇ કોળી રેઇડ દરમ્યાન નાશી જતા પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીને શોધવા ચક્રો ગતીમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!