મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ મથક દ્વારા જુદા જુદા સ્થળોએ જેમાં મોરબીના ત્રાજપરમાં એક સહિત માળીયા(મી), નવી નવલખી, વાંકાનેર સીટી, વાંકાનેર તાલુકા સહિત છ દરોડા વર્લીફીચર્સ અને તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ મહિલા સહિત ૧૦ જુગારીને ઝડપી લેવાના આવ્યા છે.
જુગારના પ્રથમ દરોડાની મળતી વિગતો અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસે મોરબી-૨ ત્રાજપરમાં ચોરાવાળી શેરીમાંથી તીનપત્તીનો જુગાર રમી રહેલા દિવુબેન કરમશી કળાન્દ્રા ઉવ.૫૦ રહે.ત્રાજપર ચોરાવાળી શેરીમાં મોરબી-૨, વર્ષાબેન વીરમભાઇ પનારા ઉવ.૩૦ રહે.મફતીયાપરામાં, ઉમા ટાઉનશીપની બાજુમાં મોરબી-૨, અવનીબેન રવીભાઇ વરાણીયા ઉવ.૨૮ રહે.ત્રાજપર ચોરાવાળી શેરીમાં મોરબી-૨, રૂપીબેન રમેશભાઇ વરાણીયા ઉવ.૫૮ રહે.ત્રાજપર ગામ રામજી મંદિર પાસે, શારદાબેન કાંતીલાલ પાડાલીયા ઉવ.૫૮ રહે.ત્રાજપર ચોરાવાળી શેરીમાં મોરબી-૨ને રોકડા રૂ.૩,૬૭૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
જ્યારે બીજા દરોડામાં માળીયા(મી)માં દરબારગઢ પાસે જાહેરમાં વરલીફીચર્સના આંકડાનો જુગાર રમી રહેલા યાસીનભાઈ હુશેનભાઈ મોવર ઉવ-૪૧ રહે.દરબારગઢ પાછળ મોવર શેરી માળીયા.મીંને રોકડા રૂ.૩૫૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે ત્રીજા દરોડામાં માળીયા(મી) તાલુકાના નવી નવલખી ગામે દરગાહ પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડાનો નસીબ આધારિત જુગાર રમતા આરોપી હનીફભાઇ હાજીભાઇ બુચડ ઉવ.૨૫ રહે.નવી નવલખી તા.માળીયા(મી)ની રોકડ રકમ રૂ.૪૦૦/-સાથે અટક કરવામાં આવી છે.
જ્યારે ચોથા દરોડામાં માળીયા(મી)માં મોટીબજાર જામની શેરીમાં વર્લીના આંકડાઓ નોટબુકમાં લખી પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા શિવાભાઈ સુરેશભાઇ પરસોંડા ઉવ.૨૮ રહે.માળીયા(મી) વાડાવિસ્તારવાળાને પકડી પાડી તેની પાસેથી જુગારના રૂ.૪૫૦/-કબ્જે કરવામાં આવ્યા હતા. જુગારના પાંચમા દરોડામાં વાંકાનેરના નવાપરાના નાકા પાસે વર્લીફીચર્સના આંકડાનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતો રાજેંદ્રસિંહ ભરતસિંહ કૌશલ્યા ઉવ-૩૨ રહે.પરશુરામ પોટરી વાંકાનેરને રંગે હાથ ઝડપી લેવાયો છે. પોલીસે તેની પાસેથી રોકડા રૂ.૨૨૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જુગારના છઠ્ઠા દરોડામાં વાંકાનેરના સરતાનપર ગામ નજીક સેન્સો ચોકડી પાસેથી વરલીફીચર્સના આંકડાનો નસીબ આધારિત રૂપિયા વડે જુગાર રમી-રમાડતા મૂળ અમદાવાદ જીલ્લાના રણીપુરા ગામનો વતની હાલ સેન્સો ચોકડી વિહોટ હોટલ પાછળ રહેતો આરોપી નીતેશભાઇ ભીખાજીભાઇ ખાભેલીયા ઉવ.૨૫ને વર્લીફીચર્સના જુગાર રમવાના સાહિત્ય સહિત રોકડા રૂ.૫૫૦/-ના મુદામાલ સાથે ઝડપી લઇ તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.