Monday, January 13, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ દેશી દારૂના ધંધાર્થીઓ પર ત્રાટકી:કુલ ૧૮ આરોપી ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ દેશી દારૂના ધંધાર્થીઓ પર ત્રાટકી:કુલ ૧૮ આરોપી ઝડપાયા

મોરબી જિલ્લાના દરેક તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ અને દારૂ વેચનારા પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા અને દારૂ વેચનારા મળી કુલ ૧૮ આરોપીઓને ઝડપી પાડ્યા જયારે ૯ આરોપી મળી આવ્યા નથી જેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.મોરબી જિલ્લામાં દેશી દારૂ તેમજ ઠંડો આથો ગરમ આથો મળી કુલ ૨૧૯૯ લીટર મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને ભઠ્ઠી ના સાધનો અને દેશી દારૂ ,ઠંડો આથો ગરમ આથો મળી કુલ.રૂ ૧૬૭૫૦નો મુદામાલ ઝડપાયો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી નઝમાબેન રિયાજભાઈ સેડાત ને ૨૫ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધી હતી જ્યારે અન્ય આરોપી ઇકબાલ મિયાણા ને પકડવા તપાસ હાથ ધરી છે.જ્યારે નવલખી બાયપાસ પાસેથી ભરત બાબુ કારૂને ૧૫ લીટર કી. રૂ. ૩૦૦ દારૂ સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય આરોપી રમજાન અનવરભાઈ સિદી બાદશાહ ને પકડવા તપાસ હાથ ધરી છે.શહેરના વાવડી રોડ પર આવેલ સતનામ ગૌશાળા સામે દરોડો પાડીને દેશી દારૂનો ઠંડો આથો ૬૦ લીટર અને દેશી દારૂ ૭ લીટર મળીને કુલ રૂ.૨૬૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો જ્યારે આરોપી રાનીંગ ભાઈ હીરાભાઈ વાઘેલા હાજર મળી આવ્યો ન હતો.વજેપર શેરી નં ૨૪ ના નાકા પાસેથી ૧૫ લીટર દેશી દારૂ કી.રૂ.૩૦૦ સાથે આરોપી જાવેદ હરુનભાઈ સાયચા ને ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે આરોપી મનીષા સુરેશભાઈ થરેશા ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જ્યારે મોરબી શહેરના લીલાપર રોડ પર આવેલ રામદેવપીરના મંદિર પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા મુકેશ ઉર્ફે મુનો પુનાભાઈ પાટડીયા ને ગરમ આથો ૧૦૦ લીટર ઠંડો આથો ૪૦૦ લીટર અને ભઠ્ઠી ના સાધનો ગેસના બાટલા ,બકળિયું અને દેશી દારૂ ૩૦ લીટર મળી કુલ રૂ. ૪૬૫૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને કિરણભાઇ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા નામનો આરોપી ને પકડવા તપાસ હાથ ધરી છે. શક્ત શનાળા પાસે ઘુનડા રોડ પરથી ૨૦ લીટર દેશી દારૂ કી. રૂ.૪૦૦ મળી આવ્યો હતો જ્યાં આરોપી રવુભા બનુભા ઝાલા હાજર મળી આવ્યો ન હતો જેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.શનાળા બાયપાસ પર લાયન્સનગર પાસેથી ભુપત નરશીભાઈ રાઠોડ નર ૧૫ લીટર દેશી દારૂ કી. રૂ.૩૦૦ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.લીલાપર રોડ પર આવેલ રામદેવપીરના મંદિર પાસેથી દારૂ બનાવવાનો ઠંડો આથો ૨૫૦ લીટર દેશી દારૂ ૧૦ લીટર મળી કુલ. રૂ.૭૦૦ નો મુદામાલ ઝડપાયો હતો આરોપી કિરણભાઈ ઉર્ફે બેબો દેગામા હાજર મળી આવ્યો ન હતો.જ્યારે મોરબી શહેરના લીલાપર રોડ પર આવેલ રામદેવપીરના મંદિર પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા મુકેશ ઉર્ફે મુનો પુનાભાઈ પાટડીયા ને ગરમ આથો ૧૦૦ લીટર ઠંડો આથો ૪૦૦ લીટર અને ભઠ્ઠી ના સાધનો ગેસના બાટલા ,બકળિયું અને દેશી દારૂ ૩૦ લીટર મળી કુલ રૂ. ૪૬૫૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને કિરણભાઇ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા નામનો આરોપી ને પકડવા તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઇન્દિરા નગરમાંથી રુખીબેન રાજેશભાઇ સાતોલા ને ૫ લિટર દેશી દારૂ રૂ.૧૦૦ માં મુદામાલ સાથે ઝડપી લીધી હતી.જ્યારે મફતિયાપરામાંથી ૮ લીટર દારૂ કી. રૂ.૧૬૦ ના મુદામાલ સાથે આરોપી ઉરેશ ભગવનજીભાઈ ભોજવીયા ને ઝડપી પાડ્યો હતો.ત્રાજપર પાસેથી આરોપી રમેશ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણીને દેશી દારૂ બનાવવાનો આથો ૧૫૦ લીટર કી. રૂ.૩૦૦ સાથે ઝડપી લેવમાં આવ્યો હતો.

મોરબી તાલુકા પોલીસે ખાનપર ગામ પાસેથી આરોપી ગુણવંતભાઈ કનુભાઈ વાઘેલા ને ૧૧ લીટર દેશી દારૂ કી. રૂ.૨૨૦ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.આમરણ ગામેથી ૧૫ લીટર દારૂ કી. રૂ.૩૦૦ ના મુદામાલ સાથે આરોપી વેજા ઉર્ફે ગોપાલભાઈ અઅશ્વિન ભાઈ શિરોયા ને ઝડપી લેવામાં આવ્યો હતો.લાલપર ગામ પાસેથી આરોપી રવી નીતિનભાઈ સોલંકીને ૮ લીટર દેશી દારૂ કી. રૂ.૧૬૦ ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

વાંકાનેર સીટી પોલીસે લીંબાળા ના ધાર પાસેથી સાયરાબેન ઉમેદભાઈ રાજા ને ૩ લીટર દેશી દારૂ જેની કી. રી.૬૦ ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવી હતી.જ્યારે વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર પાસેથી ગીતાબેન ઉર્ફે ગીતલી ભરતભાઇ જખનિયા ને સાત લીટર દેશી દારૂ કી. રૂ.૧૪૦ સાથે ઝડપી લેવામાં આવી હતી જ્યારે વાંકાનેરના પંચાસર ગામના બસ સ્ટેશન પાસેથી આરોપી વશન બેન કાનજીભાઈ ધામેચા ને રૂ.૬૦ ની કિંમતના ૩ લીટર દેશી દારૂ સાથે ઝડપી લેવામાં આવી હતી.

વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા ગમે દરોડો પાડીને દેશી દારૂની ભઠી ઝડપી લેવામાં આવી હતી જેમાં ગરમ આથો ૧૦૦ લીટર ઠંડા આથો ૬૦૦ લીટર દેશી દારૂ ૫૦ લીટર અને ભઠી ના સાધનો મળી કુલ રૂ.૬૪૬૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો જ્યારે આરોપી સાદુર હરજીભાઈ કોળી ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ટંકારા પોલીસે ઓટળા દેપુ વાસના નાકા પાસેથી ૫ લીટર દેશી દારૂ કી. રૂ.૧૦૦ ના મુદામાલ સાથે આરોપી રાજેશભાઇ જાખાણીયા ને ઝડપી લીધો હતો.જ્યારે લજાઈ ચોકડી પાસે રમેશભાઈ પ્રેમજીભાઈ મકવાણા ને ૪ લીટર દેશી દારૂ કી. રૂ.૮૦ સાથે ઝડપી લીધો હતો.

માળીયા (મી) પોલીસે તળાવની પાળ પાસે દરોડો પાડીને ગરમ આથો ૫૦ લીટર,ઠંડો આથો ૨૦૦ લીટર દેશી દારૂ ૧૫ લીટર ભઠ્ઠી ના સાધનો મળી કુલ રૂ.૮૪૦ ના મુદામાલ સાથે આરોપી જુસબ ગગાભાઈ જેડા ને ઝડપી લીધો હતો.સરવડ ગામે સ્મશાન પાસેથી જિતેન્દ્ર મગનભાઇ આદ્રોજા (મુ.રહે.સરવડ હાલ રહે.કુબેર નગર મોરબી ) વાળાને ૩ લીટર દેશી દારૂ કી. રૂ.૬૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.જ્યારે નવાગામ થી મોહમદ હનીફ ઉર્ફે બાબો રાયબભાઈ જેડાને ૧૫ લીટર દેશી દારૂ કી. રી.૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

હળવદ પોલીસે આંબેડકર સર્કલ પાસેથી આરોપી યુવરાજસિંહ કિરીટસિંહ ઝાલાને આઠ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.ગોલસણ ગામ પાસે આવેલ વાડીમાંથી દેશી દારૂના ૧૫૦ લિટરના જથ્થા અને કી. રૂ.૩૦૦ ના મુદામાલ ઝડપાયો હતો જ્યારે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો મનુભાઈ ગઢવી ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.જ્યારે હળવદના ભવાની નગરના ઢોરા પાસેથી આરોપી અરજન ભાઈ કરમશીભાઈ જાખાણીયા ને ૫ લીટર દેશી દારૂ કી. રૂ.૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!