Tuesday, January 7, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસે પાંચ સ્થળોએ દરોડા પાડી ૩૬ પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા

મોરબી જિલ્લા પોલીસે પાંચ સ્થળોએ દરોડા પાડી ૩૬ પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા

મોરબીમાં જુગાર રમતા શખ્સો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે પણ મોરબી જિલ્લા પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. અને જુગાર રમતા ૩૬ પત્તાપ્રેમીઓને રંગે હાથ મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે ગઇકાલે સો-ઓરડી વિસ્તાર ચામુંડાનગર સોસાયટી વિસ્તાર ચામુંડા મંદિર સામેની શેરીમાં રેઈડ કરી સુધીરભાઇ ડાયાભાઇ સોલંકી દ્વારા પોતાના રહેણાંક મકાને ચલાવવામાં આવતા જુગારધામમાંથી સુધીરભાઇ ડાયાભાઇ સોલંકી, દેવજીભાઇ મોતીભાઇ મકવાણા, પંકજભાઇ ઉર્ફે પિન્ટુભાઇ બાલુભાઇ સોલંકી, પ્રવિણભાઇ ટપુભાઇ પરમાર નામના શખ્સોને ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા-૨૨,૯૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

જયારે બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસે બાતમીનાં આધારે ભડીયાદ ગામના ઢોરા પાસે રામાપીરના મંદીર પાસે શેરીમા રેઈડ કરી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઈકબાલભાઈ ગનીભાઈ સૈયદ (રહે ભડીયાદ રામાપીરના ઢોરે તા.જી.મોરબી), કારૂભાઈ ટપુભાઈ સાદરીયા (રહે ભડીયાદ રામાપીરના ઢોરે તા.જી.મોરબી), યોગેશભાઈ ગાંડુભાઈ ઇટોદરા (રહે ભડીયાદ રામાપીરના ઢોરે તા.જી.મોરબી), ગીતાબેન કારૂભાઈ ટપુભાઈ સાદરીયા (રહે ભડીયાદ રામાપીરના ઢોરે તા.જી.મોરબી), રીટાબેન અશોકભાઈ માનેવાડીયા (રહે લાલપર બાપાસીતારામની ચોકડી પાસે તા.જી. મોરબી) તથા મુસ્કાનબેન ઈકબાલભાઈ સૈયદ (રહે ભડીયાદ રામાપીરના ઢોરે તા.જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂપીયા- ૪૬,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ત્રીજા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે પંચાસર રોડ ધર્મનગરની શેરીમાં રેઈડ કરી જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમતા વશરામભાઇ નાજાભાઇ દેગડા (રહે-ધર્મનગર નવાપરા જી.મોરબી), ભાવેશભાઇ દિનેશભાઇ મકવાણા (રહે- ધર્મનગર નવાપરા જી.મોરબી), મંગલભાઇ રાજુભાઇ ગાંગડ (રહે- ધર્મનગર નવાપરા જી.મોરબી), શૈલેશભાઇ જેસાભાઇ કોબેયા (રહે- ધર્મનગર નવાપરા જી.મોરબી), મયુરભાઇ મગનભાઇ સોલંકી (રહે- ધર્મનગર નવાપરા જી.મોરબી) તથા સુરેશભાઇ વશરામભાઇ દેગડા (રહે- ધર્મનગર નવાપરા જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૭૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ચોથા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીનાં આધારે નવાપરા જી.આઇ.ડી.સી શેરીમાં રેઇડ કરી સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા યશભાઇ વિવેકભાઇ મારુ (રહે-વાંકાનેર નગરપાલીકા સામે માર્કેટ ચોક પાસે જી.મોરબી), યશભાઇ પ્રકાશભાઇ બારભાયા (રહે-વાંકાનેર જીનવાળી શેરી જી.મોરબી), દિપાભાઇ રમેશભાઇ દાદલ (રહે-વાંકાનેર મેઇન બજાર જી.મોરબી), બુરાનભાઇ હુશેનભાઇ હાથી (રહે- વાંકાનેર નાની બજાર જી.મોરબી), નિકુંજભાઇ સંજયભાઇ સોઢા (રહે-વાંકાનેર જીનપરા શેરી નં-૦૩ જી.મોરબી), અજીજભાઇ મુસ્તુફાભાઇ સરાવાળા (રહે-વાંકાનેર વેરાવાડ શેરી નં-૦૬ જી.મોરબી), ઋસીભાઇ વિનેશભાઇ જોબનપુત્રા (રહે-વાંકાનેર આરોગ્યનગર શેરી નં-૦૨ જી.મોરબી), લાલાભાઇ વજેરામભાઇ મઢવી (રહે-વાંકાનેર લુહાર શેરી જી.મોરબી) તથા ઓમભાઇ વિવેકભાઇ મારુ (રહે-વાંકાનેર નગરપાલીકા સામે માર્કેટ ચોક પાસે જી.મોરબી) નામના શખ્સોને રોકડા રૂ.૧૩,૭૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાંચમા દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે દરબારગઢ પાસે હનુમાન શેરીમાં રહેણાક મકાનમાં રેડ કરી તીન પતીનો હારજીતનો જુગાર રમતા રાકેશભાઈ મનીષભાઇ, રાકેશ મકવાણા, સંદીપ ગોહીલ, પ્રિન્સ પીઠડીયા, નીતીનભાઇ, જયરાજ ગોહીલ, ઉતમભાઇ મકવાણા તથા રુત્વીક નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા ૧૧,૪૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!