Monday, January 27, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસે ચાર સ્થળોએ દરોડા પાડીને ૧૮ પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા

મોરબી જિલ્લા પોલીસે ચાર સ્થળોએ દરોડા પાડીને ૧૮ પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા

મોરબીમાં જુગારની બદી ને ડામવા  મોરબી જિલ્લા પોલીસ સતત કાર્યરત છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે એક બાદ એક ચાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને જુગાર રમતા ૧૮ પત્તાપ્રેમીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીના આધારે ગાયત્રીમંદીરની સામે મફતીયાપરામાં રેઈડ કરી જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમતા કૈલાશભાઇ બટુકભાઇ ધરોલીયા (રહે-વાંકાનેર ગાયત્રીમંદીર ની સામે મફતીયાપરા જી.મોરબી), વિજયભાઇ ચુનીલાલભાઇ ચારોલીયા (રહે-વાંકાનેર ગાયત્રીમંદીર ની સામે મફતીયાપરા જી.મોરબી), કિશનભાઇ બટુકભાઇ ધરોલીયા (રહે-વાંકાનેર ગાયત્રીમંદીરની સામે મફતીયાપરા જી.મોરબી) તથા ચુનીલાલભાઇ જીવાભાઇ ચારોલીયા (રહે-વાંકાનેર ગાયત્રીમંદીર ની સામે મફતીયાપરા) નામના શખ્સોને  રોકડા રૂ.૧૧,૪૩૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજા દરોડામાં,  વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ઓળ ગામના નવાપરામાં જુના સ્મશાન પાસે રેઈડ કરી હષૅદભાઇ કાળુભાઇ વીંઝવાડીયા (રહે.ઓળ તા.વાંકાનેર જી.મોરબી), અક્ષયભાઇ ગીલાભાઇ વીંઝવાડીયા (રહે.ઓળ તા.વાંકાનેર જી.મોરબી), સંજયભાઇ પ્રભુભાઇ કગથરા (રહે.ઓળ તા.વાંકાનેર જી.મોરબી) તથા ગોપાલભાઇ ઘોઘાભાઇ સોરીયા (રહે.ઓળ તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને ગોળ કુંડાળું વળી ગંજીપતાના પાના તથા પૈસા વતિ તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા કુલ રોકડા રૂપીયા-૧૨,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, સરતાનપર ગામે કાળુભાઇ શીવાભાઇ ફીસડીયા નામનો શખ્સ પોતના રહેણાંક મકાને બહારથી લોકો બોલાવી જુગારધામ ચલાવે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી કાળુભાઇ શીવાભાઇ ફીસડીયા (રહે.સરતાનપર તાસ.વાંકાનેર જી.મોરબી), હરજીભાઇ નરભેરામભાઇ શીહોરા (રહે.સરતાનપર તા.વાંકાનેર જી.મોરબી), પરેશભાઇ લવજીભાઇ નાકીયા (રહે હાલ-સરતાનપર તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-ઠીકરીયાળા તા.વાંકાનેર જી.મોરબી) તથા ગોપાલભાઇ જગાભાઇ ફીસડીયા (રહે.સરતાનપર તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને રોકડ રૂ.૩૩,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચોથા દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમે બાતમીનાં આધારે રોહીશાળા ગામની સીમમા આવેલ યુનીકા પ્લાઈવુડ કારખાનાની બાજુમા ખુલ્લી જગ્યાએ રેઇડ કરી ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર જીતનો તીન પતિનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા રવજીભાઈ સવજીભાઈ પરમાર (રહે.ખાખરેચી આંબેડકર વાસ તા.માળીયા મીં. જી.મોરબી), પ્રાણજીવનભાઈ જેરામભાઈ છત્રોલા (રહે.સરદારનગર,યુનીક હાઈટ્સ બ્લોક નં.૨૦૨,મોરબી તા. જી-મોરબી), મણીલાલ ઉર્ફે મીલનભાઈ નાથાભાઈ કાસુંદ્રા (રહે.અણીયારી તા. જી-મોરબી), પાર્થ જયંતીભાઈ સોરીયા (રહે.ગીતાપાન પાછળ નરસંગ સોસાયટી પ્રાયગ અપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૧,મોરબી તા.  જી-મોરબી), દુષ્યંતભાઈ ભાવજીભાઈ જામરીયા (રહે.ઉમીયાનગર સોસાયટી શનાળા રોડ કેનાલ રોડ મોરબી તા. જી-મોરબી) તથા મયુરભાઈ કાંતીલાલ વડસોલા (રહે.ભરતનગર- ૨ સ્કાયમોલની સામે મોરબી તા. જી-મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી  રોકડા રૂપીયા-૩૭,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!