Saturday, January 11, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ રેઈડ કરી 15 જુગારીઓને પકડી પાડ્યા

મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ રેઈડ કરી 15 જુગારીઓને પકડી પાડ્યા

મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે એક જ દિવસમાં ત્રણ સ્થળોએ રેઈડ કરી જુગાર રમતા કુલ 15 પત્તાપ્રેમીઓને પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ રેઈડમાં, હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, રણછોડગઢગામ સંદીપભાઇ રામજીભાઇ સીણોજીયા ના મકાન પાસે ચોગાનમાં અમુક ઈસમો પૈસા પાના વતી નશીબ આધારીત હાર જીતનો તીન પતી રોનનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જગદીશભાઇ પ્રભુભાઇ પાટડીયા (રહે.રણછોડગઢ ગામ તા.હળવદ જી.મોરબી), ભીમાભાઇ રૂડાભાઇ ચડાસણીયા (રહે. રણછોડગઢ, તા.હળવદ જી.મોરબી), વિનોદભાઇ રસીકભાઇ વિંઝવાડીયા (રહે. જીનપરા, મુ.તા. વાંકાનેર જી.મોરબી), લાલજીભાઇ પ્રભુભાઇ મદ્રેસણીયા (રહે. માથક ગામ, તા.હળવદ જી.મોરબી), સંજયભાઇ ધનાભાઇ સિણોજીયા (રહે. રણછોડગઢ ગામ, તા.હળવદ જી.મોરબી), રાયધનભાઇ રામજીભાઇ વિંઝવાડીયા (રહે. રણછોડગઢ ગામ, તા.હળવદ જી.મોરબી) તથા સંદિપભાઇ રામજીભાઇ સિણોજીયા (રહે. રણછોડગઢ ગામ, તા.હળવદ જી.મોરબી) નામના શખ્સોને રૂ.૧૬,૯૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીના આધારે વાંકાનેર નવાપરા સામે પેટ્રોલપંપ પાછળ રેઈડ કરી જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસાવતી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા અકરમભાઈ દાઉદભાઈ બૈજાણી (રહે-ગામ-વાંકાનેર મીલપ્લોટ ફારૂકી મસ્જિદ પાસે તા.વાંકાનેર જી.મોરબી), સંજયભાઈ નાજાભાઈ મુંધવા (રહે-ગામ-વાંકાનેર અમરનાથ સોસા. શેરી નં.૭ તા.વાંકાનેર જી.મોરબી) તથા લાલજીભાઈ રામેશ્વરભાઈ ચાકરે (રહે-ગામ-વાંકાનેર મીલપ્લોટ સરકારી ગોડાઉન સામે તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને રોકડા રૂ.૩૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્રીજા દરોડામાં, હળવદ તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે હળવદ તાલુકાના દીધડીયા ગામે રેઈડ કરી જાહેરમા ગંજી પત્તાના પાનાં તથા પૈસા વતી હાર જીતનો તીન પત્તીનો જુગાર રમતા વાસુદેવભાઇ ઉર્ફે વાસુભાઇ ભીખાભાઇ કાંજીયા (ગામ. દીધડીયા, તા. હળવદ, જી. મોરબી), મહેશભાઇ ઉર્ફે મુકેશભાઇ બાબુભાઇ ઇટોદરા (ગામ. દીઘડીયા,તા. હળવદ, જી. મોરબી), વાઘજીભાઇ દિપુભાઇ કાંજીયા (ગામ. દીધડીયા,તા. હળવદ,જી. મોરબી), રવીભાઇ રઘુભાઇ કાંજીયા (ગામ. દીધડીયા,તા. હળવદ.જી. મોરબી) તથા હીતેશભાઇ લાભુભાઇ કાચરોલા (ગામ. દીધડીયા,તા. હળવદ,જી. મોરબી) નામના શખ્સોને જુ.ધા કલમ-૧૨ મુજબ તે એવી રીતે કે આ કામના આરોપીઓ નં ૧ થી ૫ નાઓ જાહેરમા ગંજી પત્તાના પાનાં તથા પૈસા વતી હાર જીતનો તીન પત્તીનો જુગાર રમી રમતા ગંજી પતાના પાના નંગ કુલ- ૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા કુલ રોકડા રૂ.૯૭,૧૦૦/- તથા રૂ.૧૧,૦૦૦/-ના ૦૫ મોબાઇલ ફોન મળી મળી કુલ રૂ.૧૦૮,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!