મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઇ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઇકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઈડ કરી કુલ 13 પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, નાગડાવાસ ગામે હાઇસ્કુલની બાજુમાં આવેલ ધનશ્યામભાઇ રાણાભાઇ સનુરાનાં રહેણાંક મકાનમાં ધનશ્યામભાઇ બહારથી લોકોને બોલાવી જુગાર રમવાના સાધનો સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોનનો જુગાર રમાડે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ધનશ્યામભાઇ રાણાભાઇ સનુરા (રહે.નાગડા વાસ હાઇસ્કુલની બાજુમાં તા.જી.મોરબી), સુંદરમભાઇ લક્ષ્મણભાઇ સાંતોલા (રહે.નાગડાવાસ તા.જી.મોરબી), રૂપાભાઇ હિરાભાઇ ચાવડા (રહે.હરીપર તા.મા.મી. જી.મોરબી), રાજભાઇ દેવાયતભાઇ ખાંભરા (રહે.નાગડાવાસ હાઇસ્કુલની બાજુમાં તા.જી.મોરબી), નારણભાઇ હરીભાઇ ડાંગર (રહે.નાગડાવાસ તા.જી.મોરબી), રોહિતભાઇ નારણભાઇ રાઠોડ (રહે.નાગડાવાસ તા.જી.મોરબી), આનંદભાઇ માવજીભાઇ ડાંગર (રહે.નાગડાવાસ તા.જી.મોરબી), મયુરભાઇ વસંતભાઇ મિયાત્રા (રહે.નાગડાવાસ તા.જી.મોરબી) તથા પ્રેમજીભાઇ અવચરભાઇ ચાવડા (રહે.હરીપર તા.મા.મી.જી.મોરબી) નામના શખ્સોને જુગાર રમતા પકડી પાડી રોકડ રૂ.૭૨,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ટીંબડી ગામની સીમ, મોનીકા ટ્રાન્સપોર્ટની ઓફીસ પાછળ પાર્કીંગની જગ્યામાં રેઈડ કરી બે ટ્રક વચ્ચે જુગાર રમતા સતવિરસિંહ રામચંદ્ર ગોદારા (રહે. હાલ-સેન્ટમેરી સ્કુલની પાછળ, મોરબી-૦૨, મુળ રહે. કરણપુરા, બહાદરા, જી.હનુમાનગઢ, રાજસ્થાન), સુનિલકુમાર ઉમેદસિંહ ચૌધરી (રહે. હાલ-મોનીકા ટ્રાન્સપોર્ટની ઓફીસમાં, ટીંબડી ગામની સીમ, તા.જી.મોરબી, મુળ રહે. રાજગઢ, તા.રાજગઢ, જી.ચુરૂ, રાજસ્થાન), વિરેન્દ્રસિંહ સમુસિંહ શેખાવત (રહે. હાલ-સર્કિટ હાઉસની સામે, મોરબી-૦૨, મુળ રહે. અજીતગઢ, તા.શ્રીમાધોપુર, જી.શિકર, રાજસ્થાન) તથા મુકેશકુમાર નથુરામ ચૌધરી (રહે. હાલ-સિરામીક સીટી, મોરબી-૦૨, મુળ રહે. રાજગઢ, તા.રાજગઢ, જી.ચુરૂ, રાજસ્થાન) નામના શખ્સોને પકડી પાડી રોકડા રૂ.૧૦,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.