Sunday, December 22, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઈડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે બેને...

મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઈડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા

મોરબીમાં વિદેશી દારૂ ઝડપાવવાનો સિલસિલો યાથવત રહ્યો છે. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રેલ્વે સ્ટેશન રોડ મેલડી માના મંદીર પાસેથી એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી પાડ્યો છે. જયારે હળવદ પોલીસે નવા સાપકડા ગામથી રતનપર જવાના રોડ પરથી એક શખ્સને બીયર સાથે ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે રેલ્વે સ્ટેશન રોડ મેલડી માના મંદીર પાસે રેઈડ કરી પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની ડીસ્કાઉન્ટ પ્રીમીયમ વ્હીસ્કીની કાચની કંપની શીલબંધ રૂ.૬૦૦/-ની કિંમતની ૨ બોટલો સાથે નીકળેલ આનંદભાઈ વસંતભાઈ કુબાવત (રહે હાલ ન્યુ શ્રધ્ધા પાર્ક નવલખી રોડ મોરબી મુળ રહે જેતપર તા.જી.મોરબી) નામના શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, નવા સાપકડા ગામથી રતનપર જવા ના રોડ પરથી GJ-10-BR-3180 નંબરની અલ્ટો કાર નીકળનાર છે. જેમાં કેફી પીણું છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી રાખી બાતમી વાળી કાર સ્થળ પરથી પસાર થતા પોલીસે કારને રોકી તેમાં તપાસ કરતા ગોડફાધર ધ લેજેન્ડરી ઓરીજનલ સ્ટ્રોંગ બીયરના ૨ ટીન મળી આવ્યા હતા. જેને લઈ પોલીસે કાર ચાલક મહિપતભાઇ ઘનશ્યામભાઇ ડોડીયા (રહે.રતનપર તા.ધ્રાગધ્રા જી.સુરેન્દ્રનગર)ની અટકાયત કરી હતી. અને તેની પૂછપરછ કરતા આરોપીએ સુરેન્દ્રસિંહ ઉર્ફે સુરૂભા વિક્રમસિંહ ઝાલા (રહે-સાપકડા તા-હળવદ જી-મોરબી) નામના શખ્સ પાસેથી બિયર ખરીદ્યા હોવાનું જણાવતા પોલીસે તેના વિરુદ્ધ ગુન્હો નોંધી બિયર, કાર તથા મોબાઈલ મળી કુલ રૂ.૭૩,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!