મોરબી શહેર અને જિલ્લામાં જુદી-જુદી બે જગ્યાએ પોલીસે દરોડા પાડી એક શખ્સને વિલાયતી દારૂ સાથે ઝડપી લીધો છે જ્યારે એક બુટલેગર દારૂ નો જથ્થો અને બાઈક મૂકી ને મુઠ્ઠીઓ વાળી નાસી છૂટ્યો હતો .
પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, જેતપર ગામમાં આવેલ ખોડીયાર ફર્નિચરની દુકાનમાં વેચાણ કરવાના ઇરાદેથી વિદેશી દારૂનો જથ્થો છુપાડવામાં આવ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ખોડીયાર ફર્નિચર નામની દુકાનમાંથી ભારતીય બનાવટના રોયલ કલાસીક વ્હીસ્કીના શીલપેક રૂ.૩૩૦૦/-ની કિંમતના ૩૩ પાઉચ કબ્જે કરી મનોજભાઇ નટવરભાઇ મારૂ (રહે-મોચી શેરી જેતપર ગામ તા.જી.મોરબી વતનગામ-નવા નાગડાવાસ તા.જી.મોરબી) નામના શખ્સની અટકાયત કરી છે.
બીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમ ગઈકાલે સુંદરીભવાની ગામની સીમ કેનાલ પાસે,રોડ ઉપર ચેકિંગમાં હતી. ત્યારે GJ-6-FG-5599 નંબરના હોન્ડા સી.બી.સાઇનના ચાલક સુરેશભાઇ ભાવસિંગ વાસણે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તે પોલીસને જોઇ રસ્તામાં કેનાલ પાસે પોતાની બાઈક મૂકી ફરાર થયો હતો. ત્યારે પોલીસે સ્થળ પર જઈ મોટર સાઇકલ તપાસતા તેમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય અંગ્રેજી દારૂનો GOA Whisky 750 m.l. પ્લાસ્ટીકની સિલપેક ૩૦ બોટલનો મુદ્દામાલ મળી આવતા પોલીસે રૂ. ૨૦,૦૦૦ની કિંમતની મોટર સાઇકલ તથા રૂ.૯૦૦૦/-ની કિંમતનો દારૂ મળી કુલ રૂ. ૨૯,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.