રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરડાતા રાજ્ય પોલીસ વડા દ્વારા દરેક શહેર, તાલુકા તેમજ જિલ્લા દીઠ ગુન્હેગારોની યાદી તૈયાર કરવા સુચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ દ્વારા અસામાજીક ઈસમો વિરૂદ્ધ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં અસામાજીક ઇસમોની માહિતી આપવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ મોરબી દ્વારા મોબાઇલ નં. 70695 22654 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં માહિતી આપનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે.