લોકોના ખોવાયેલા એવા ૬૩ મોબાઈલ મોરબી જિલ્લા પોલીસે લોકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત અપાયા હતા. ઉલ્લેખનીય છે કે, પોલીસ કુલ ૧૦ લાખથી વધુની કિંમતના ખોવાયેલા ફોન લોકોને પરત અપાવ્યા હતા. તેમજ ગુમ/ખોવાયેલ/ચોરાયેલ ૭૨ લાખથી વધુની રોકડ રકમ પણ તેના મૂળ માલિકને પરત અપાઈ છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે ગુમ/ખોવાયેલ કિંમતી વસ્તુ મુળ માલિકને પરત મળી રહે તે અંગેની અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી જીલ્લામાં ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન રીસોર્સથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અનુસંધાને મોરબી જીલ્લામા અલગ અલગ ટીમો બનાવી ગુમ/ખોવાયેલ/ચોરાયેલ તેમજ લુંટમા ગયેલ મુદામાલ ટેકનીકલ એનાલીસીસ કરી તેમજ હ્યુમન રીસોર્સથી શોધી કાઢવામા આવ્યા છે. જેમા મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના હસ્તે રૂ.૧૦,૯૧,૮૭૨/-ની કિંમતનાં ૬૩ મોબાઇલ ફોન તેમજ રૂ.૭૨,૫૦,૦૦૦/-ની રોકડ રકમ મળી કુલ રૂ ૮૩,૪૧,૮૭૨/- નો મુદામાલ મુળ માલિકોને સોંપવા માટે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.