મોરબી જિલ્લા પોલીસ અવાર-નવાર રેઇડ કરી અનેક સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરે છે. અને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે છે. પરંતુ આ જાકુબનાં ધંધા કરવા ટેવાયેલ લોકો જાણે પોતાની આદતોથી બહાર આવવા માંગતા ન હોય તેમ ફરી દારૂ વેચવાનું ચાલુ કરી દયે છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે બે સ્થળોએ રેઇડ કરી બે ઈસમોને દારૂના જથ્થા સાથે પકડી પાડ્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે જાંબુડીયા ગામની સીમ, પાવર હાઉસ પાસે, કોમેન્ટ સિરામીક પાસે, મકનસર ચોકી ખાતે રેઈડ કરી કિરીટભાઇ વિનુભાઇ સાવરીયા નામના યુવકને ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની કાચની કંપની શીલપેક રૂ.૫૬૦૦/-ની ૦૭ બોટલના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એકટ કલમ-૬૫(એ)(એ),૧૧૬(બી) મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવામાં આવી છે.
બીજા દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, માળીયા મીં. ના વવાણીયા ગામથી બગસરા ગામ તરફ જવાના રસ્તા પર આવેલ સાગર રામભાઈ સવસેટાના વાડામાં વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો છુપાડવામાં આવ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી પરપ્રાંતીય ઈગ્લીશ દારૂ મેકડોવેલ્સ નં-૧ ક્લેકશન વ્હીસ્કીની ૨૨ બોટલનો રૂ.૮૨૫૦/-નો તથા ગ્રેવીટી ગ્રીન એપલ ફ્લેવર્ડ વોડકાની ૨૭ બોટલોનો રૂ.૮૧૦૦/-નો મુદ્દામાલ મળી કુલ રૂ.૧૬,૩૫૦/- નો મુદામાલ કબ્જે કરી સાગર રામભાઈ સવસેટા (રહે.વવાણીયા) નામના આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.