Sunday, September 8, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસે એક જ દિવસમાં ચાર સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી...

મોરબી જિલ્લા પોલીસે એક જ દિવસમાં ચાર સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો વિવિધ કીમિયા અપનાવીને દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી વેચાણ કરતા હોય છે. ત્યારે આવી દારૂની હેરાફેરી રોકવા પોલીસ ટીમો સતત કાર્યરત છે. જેમાં મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે ચાર સ્થળોએ રેઇડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ રેઇડમાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ ઓળ ગામના ચોરા પાસે શંકાના આધારે હર્ષદભાઇ ભનુભાઇ કેરવાળીયા (રહે.ઓળ તા.વાંકાનેર જી.મોરબી) નામના યુવકને રસ્તા પર રોકી તેની પૂછપરછ કર્યા બાદ તપાસ કરતા આરોપીના પેન્ટના નેફામાંથી ભારતીય પરપ્રાંત બનાવટની રોયલ ચેલેન્જ, ફાઇન રીઝર્વ વ્હીસ્કીની રૂ.૫૨૦/-ની કિંમતની એક બોટલ મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોરબી વાવડી ચોકડી પાસે વિરમભાઈ નરશીભાઈ મકવાણા (રહે નવી ટીંબડી,રામદેવ પીર ના મંદીર પાસે,તા.જી.મોરબી) નામના યુવકને શંકાનાં આધારે રોકી તેની તપાસ કરતા આરોપી પાસેથી મેકડોલ્સ નં.૧ ની ૭૫૦ એમ.એલ ની કાચની કંપની શીલબંધ એક બોટલ મળી આવતા પોલીસે આરોપી પાસેથી દારૂનો રૂ.૫૦૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, રવાપર ઘુનડા રોડ ગોલ્ડન માર્કેટ પાસેથી એક મહિલા વેચાણ કરવાના ઇરાદેથી વિદેશી દારૂનો જથ્થો લઈ નીકળનાર છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી બ્લુ કલરના નંબર પ્લટ વગરના રૂ.૭૦,૦૦૦/-ની કિંમતના TVS જ્યુપીટર સ્કુટરને રોકી તેની પૂછપરછ કરી ગાડી તપાસતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની રૂ.૮૯૫/-ની કિંમતની ૨ બોટલો મળી આવતા પોલીસે મહિલા આરોપી રેખાબેન લલીતભાઇ વઘોરા (રહે. નાની વાવડી ગામ તા.જી. મોરબી) પાસેથી રૂ.૧૦,૦૦૦/-ની કિંમતનાં બે મોબાઇલ ફોન તથા રોકડા રૂ.૩૫૫૦/- મળી કુલ રૂ.૮૪,૪૪૫/- નો મુદામાલ કબ્જે કરી આરોપી મહિલાની અટકાયત કરી હતી.

ચોથા દરોડામાં, ટંકારા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે લજાઇ ગામે ઝાલાપાટી પાસે આવેલ ભાગ્યરાજસિંહ મોહનસિંહ ઝાલા નામના આરોપીના મકાન પાસે આવેલ વાડામા ધુળના કચરાના પાસે રેઇડ કરી પ્લાસ્ટીકની થેલીમાં રહેલ ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇગ્લીશદારૂની ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKYની રૂ -૮૦૦/-ની કિંમતની ૦૨ બોટલનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. અને ભાગ્યરાજસિંહ મોહનસિંહ ઝાલા નામના ઈસમની સ્થળ પરથી જ અટકાયત કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!