મોરબી જિલ્લામાં પ્રોહીબીશનના વધુને વધુ કેસો શોધી કાઢવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા કોમ્બીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કોમ્બીંગ દરમિયાન પોલીસ દ્વારા કુલ ૬૧ કેસો શોધી કઢાવામાં આવ્યા હતા અને કુલ રૂ. ૯૬,૪૦૫/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જેથી તેઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓને ગઈકાલે પ્રોહીબીશનના વધુને વધુ કેસો શોધી કાઢવા અંગે કોમ્બીંગ રાખવામાં આવી હતી. જે કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ટીમો બનાવી તેઓ દ્વારા કુલ ૬૧ જેટલા પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવામાં આવ્યા છે. અને પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જે કોમ્બીંગ ડ્રાઇવ દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૦૯ કેસો શોધી કાઢી ૫૬ લીટર દેશીદારૂનો રૂ.૧૧,૫૦૦/- તથા રૂ.૨,૦૦૦/-ની કિંમતનો ૧૫ લીટર આથો, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૦૯ કેસો શોધી કાઢી ૫૩ લીટર દેશીદારૂનો રૂ.૧૦,૬૦૦/- તેમજ રૂ.૧,૭૫૫/-ની કિંમતની ૧૩ ઇંગ્લીશ દારૂની બોટલો, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ૨૨ કેસોમાં રૂ.૨૮,૪૦૦/-ની કિંમતનો દેશી દારૂનો ૧૪૨ લીટર જથ્થો, માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનમાં ૧૦ કેસોમાં ૪૨ લીટર દેશી દારૂનો રૂ.૮૪૦૦/- તથા ૮૦૦ લીટર આથો રૂ.૨૦,૦૦૦/-, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ૦૬ કેસોમાં રૂ.૮૦૦૦/-ની કિંમતનો ૪૦ લીટર દેશી દારૂ તથા હળવદ પોલીસ સ્ટેશનમાં ૦૫ કેસો મળી રૂ.૫૦૦૦/-ની કિંમતનો ૨૫ લીટર દેશી દારૂ તથા રૂ.૭૫૦/-નો ૩૦ લીટર આથો મળી પ્રોહીબીશનના કુલ ૬૧ કેસો શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં કુલ રૂ.૭૧,૯૦૦/-ની કિંમતનો ૩૫૮ લીટર દેશીદારૂ તથા રૂ.૨૨,૭૫૦/-ની કિંમતનો ૮૪૫ લીટર દેશીદારૂ ગાળવાનો આથો તથા રૂ.૧૭૫૫/-ની કિંમતની ૧૩ ઇંગ્લીશ દારૂની બોટલો મળી કુલ રૂ.૯૬,૪૦૫/- નો મુદામાલ શોધી કાઢવામાં આવ્યો છે