મોરબી જિલ્લામાં આવેલા વિવિધ ઉદ્યોગોમાં અનેક રાજ્યોમાંથી પરપ્રાંતે મજૂરો અહીં ધંધા રોજગાર માટે આવે છે, આ મજૂરોમાંથી ઘણા બધા મજૂરો એવા હોય છે જે તેમના વતનમાં કોઈના કોઈ ગુનામાં સંડોવાયેલા હોય છે અને અહીં ભાગીને આવેલા હોય છે.જેમાથી કેટલાક તો રીઢા ગુનેગાર જ હોય છે. આવા લોકો અહીં આવીને પણ ગુનાહિત કૃત્ય કરતા હોય છે. ત્યારે આવા લોકોને ડિટેક્ટ કરી શકાય તે માટે મોરબી એસ્યોર નામની એપ્લીકેશન કાર્યરત છે. જેમાં કોન્ટ્રાકટરોએ શ્રમિકોની નોંધણી કરાવવાનું જાહેરનામું અમલી છે. છતાં તેનો ભંગ કરનાર કુલ 14 કોન્ટ્રાકટરો વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશન, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા મોરબી તાલુકામાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ટંકારાનાં લગધીરગઢ રોડ પર આવેલ સુર્યદિપ કોટન ઇન્ડસ્ટ્રીઝના કોન્ટ્રાક્ટર મહેશભાઈ કુંવરજીભાઈ દેસાઇ, ટંકારા-મોરબી રોડ મુરલીધર હોટલ સામે આવેલ કેસર પ્લાસ્ટિકમાં લેબર કૉન્ટ્રૅક્ટ ધરાવતા લાલજીભાઈ અજીતભાઈ મકવાણા તથા બાધકામ ભરાઇનો કોન્ટ્રાક રાખતા કાનાભાઇ નવિનભાઇ ભીલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મહેશભાઈ કુંવરજીભાઈ દેસાઇએ સુર્યદિપ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં તેમજ લાલજીભાઈ અજીતભાઈ મકવાણાએ પણ કેસર પ્લાસ્ટિકમા કોન્ટ્રાકટ રાખી પોતાની નીચે કામ કરતા મજુરના આઇડી પ્રુફ મેળવેલ ન હોઇ તેમજ MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન કરેલ ન તેથી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને કાનાભાઇ નવિનભાઇ ભીલ વિરુદ્ધ પર પણ બાધકામ ભરાઇનો કોન્ટ્રાક રાખેલ હોય જે કામ સબબ મધ્યપ્રદેશના સાત મજુરો પોતાની સાથે રાખી તેઓના આધાર પુરાવા તથા માહીતી પોલીસ સ્ટેશન નહી આપી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા ગુનો નોંધવામાં આવ્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસે જિલ્લા જાહેરનામા અંગે વિવિધ કારખાનાઓમાં ચેકીંગ કરી તપાસ કરતા ઢુવા-માટેલ રોડ પર આવેલ સ્પોલો સીરામીક કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખી મજૂરો પુરા પાડતા અશોકભાઇ નારણભાઇ લુંભાણીએ પોતાની નીચે કામ કરતા મજુરના આઇડી પ્રુફ મેળવેલ ન હોઇ તેમજ MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન કરેલ ન હોઇ જેથી તેના વિરુદ્ધ કલેકટર અને જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બાદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કલેકટર અને જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ સબબ ચેકીંગ હાથ ધરાતા મોરબી શહેરના અલગ-અલગ ચાર કોન્ટ્રેક્ટરો કે જેણે જાહેરનામાનો ભંગ કરેલ હોય તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં શોભેશ્વર રોડ ઉપર હીરોઝ સિરામિક કારખાનામાં લેબર કોન્ટ્રાકટ ધરાવતા ભય્યુખાન હબીબખાન મસૂરી અને મહેન્દ્રનગર ચોકડીથી માળીયા જવાના રસ્તે આવેલ પટેલ નાસ્તા હાઉસમાં પરપ્રાંતિયને કામે રાખી એસ્યોર મોરબીમાં નોંધ નહિ કરનાર દિનેશ હરજીવનભાઈ કારોલીયા વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી માળીયા રોડ ઉપર આવેલ ઉમિયા પરોઠા હાઉસના વનેશભાઈ શિવાભાઈ પરેચા વિરુદ્ધ બહારના મજૂરોને કામે રાખી પોલીસને જાણ નહિ કરવા બદલ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત વિશિપરામા બહારના મજૂરોને ઓરડી ભાડે આપવા બદલ સિકંદર સુભાનભાઈ ભટ્ટી, નિતાબેન વિજયભાઈ સુરેલા વિરુદ્ધ એસ્યોર એપમાં મકાન ભાડે આપવા અંગેની નોંધ નહિ કરતા કાર્યવાહી કરી હતી.
જયારે મોરબી તાલુકા પોલીસે કુલ છ કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કલેકટર અને જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ સબબ ગુનો નોંધ્યો છે. જેમાં બેલા રંગપરની સીમમાં ગોડવીન સીરામિકમાં બહારના મજૂરોને કામે રાખી નોંધ નહિ કરાવનાર જીતેન્દ્ર લાલજી હાડા તેમજબેલા (રંગપર) ગામની સીમ, ગોડવિન સિરામીકમાં જ કોન્ટ્રાકટ ધરાવતા નગીનભાઇ નુરાભાઇ નિનામા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત મોરબી તાલુકા ગાળા ગામની ગાળા ગામના પાટીયા પાસે ઇમપ્લસ પોલીપ્લાસટ પ્લસાટીકનાં કારખાનામા પોતાની હેઠળના મજુરોના કોઈ પણ જાતના આધાર કે આઈ.ડી.પ્રુફ પોતાની પાસે નહી રાખી નોંધણી કરાવતા અખીલેશભાઇ સુરજદિન યાદવ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અને મોરબી તાલુકા લીલાપર ગામની સીમ સેવેન્જા સીરામીક કારખાનામા લેબર કોન્ટ્રેક્ટ ધરાવતા હરીલાલ રામકુમાર બૈગા વિરુદ્ધ પોતાના નીચે કામ કરતા મજુરોના કોઈ પણ જાતના આધાર કે આઈ.ડી.પ્રુફ પોતાની પાસે નહી રાખી ગુનો કરતા કાર્યવાહી કરી છે, તેવી જ રીતે રફાળેશ્વર ગામની સીમમાં વરૂડી ચેમ્બર્સ પાસે રહી ખેતી કામ કરતા મયુરભાઇ હીરાભાઇ ગમારા વિરુદ્ધ પોતાની નીચે કામ કરતા મજુરના આઇડી પ્રુફ મેળવેલ ન હોઇ તેમજ MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન ન કરતા તેમજ રમેશભાઇ કનુભાઇ રાવળ વિરુદ્ધ બેલા ગામની સિમમા આવેલ લીજેન્ડ સીરામીક કારખાનામાં કોન્ટ્રેક્ટ રાખી પોતાના નિચે કામ કરતા મજુરના કોઈ પણ જાતના આધાર કે આઈ.ડી.પ્રુફ પોતાની નહી રાખી કે MORBI ASSURED નામની APP.રજી નહી કરતા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.