Friday, December 27, 2024
HomeGujaratમોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવી વિદ્યાસહાયક ભરતી પહેલા જિલ્લા ફેર...

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવી વિદ્યાસહાયક ભરતી પહેલા જિલ્લા ફેર બદલી કેમ્પ યોજવા કરાઈ રજુઆત

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે તા. 19 ઓક્ટોબરને શનિવારના રોજ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ 100 ટકા બતાવી જિલ્લા ફેર બદલી કેમ્પ ઓફલાઈન/ઓનલાઈન યોજવા બાબતે મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રૂબરૂ મળી આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવી વિદ્યાસહાયક ભરતી પહેલાં જિલ્લા ફેર ઓનલાઈન અને ઓફલાઈન બદલી કેમ્પ યોજવા રજૂઆત કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમ ભાઈ દેસાઈ, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, કાવર મણિલાલ, મોરબી જિલ્લા પ્રાથમિક સંઘના અન્ય હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં જિલ્લા ફેર વાંચ્છુક શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયાને રૂબરૂ આવેદન પાઠવી રજૂઆત કરી હતી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ 100% જિલ્લા ફેર બદલી કેમ્પમાં બતાવી ઓફલાઈન/ઓનલાઈન જિલ્લાફેર બદલી કેમ્પ યોજી પછી બાકી રહેતી જગ્યાઓ પર વિદ્યાસહાયક ભરતી કરવામાં આવે તેવી રજુઆતને સરકાર સુધી પહોંચાડવા આવેદનપત્ર પાઠવી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજુઆત કરવામાં આવી હતી…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!