ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી માર્ચ માં લેવાયેલ માધ્યમિક શાળા ધોરણ ૧૦ SSC માં 89.29 ટકા સાથે બનાસકાંઠા જિલ્લો પ્રથમ આવ્યો છે. જ્યારે મોરબી જિલ્લો 88.78 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે. મોરબી જિલ્લાએ SSC બોર્ડની પરીક્ષામાં ડંકો વગળતા સમસ્ત મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને, શિક્ષકોને, આચાર્ય મિત્રો, સંચાલકો તેમજ તમામ શિક્ષણ ટીમ મોરબીને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.