Tuesday, September 17, 2024
HomeGujaratરાજકોટ રેન્જ આઇજી દ્વારા મોરબી જિલ્લાની સમીક્ષા કરાઈ:ક્રાઈમરેટમાં સરેરાશ ઘટાડો

રાજકોટ રેન્જ આઇજી દ્વારા મોરબી જિલ્લાની સમીક્ષા કરાઈ:ક્રાઈમરેટમાં સરેરાશ ઘટાડો

રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંહ દ્વારા દર વર્ષે રાજકોટ રેન્જમાં આવતા પાંચ જિલ્લાઓની સમીક્ષા કરવામાં આવતી હોય છે. ત્યારે ક્રાઇમ ની સમીક્ષા કરવા માટે રેન્જ આઇજી આજે મોરબીની મુલાકાતે આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં ક્રાઇમ ની સમીક્ષામાં આજરોજ સંદીપસિંહ દ્વારા માળિયા મિયાણા પોલીસ મથકની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બાદ એસપી કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક ગોઠવી ચર્ચા વિચારણા કરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બાદ ટંકારા પોલીસ મથક ની સમીક્ષા કરવામાં આવી હતી ઉપરાંત આગામી સમયમાં ચૂંટણી આવવાની હોઈ ત્યારે એ અનુસંધાને પણ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.

રેન્જ આઇજી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ૧ જાન્યુઆરીથી અત્યાર સુધી માં મોરબી જિલ્લામાં હત્યાના કેસમાં અગાઉના વર્ષ કરતા ૪૨ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. લૂંટના ૭ ટકા,ઘરફોડ ચોરીમાં ૧૦ ટકા ઈજાના ગુનાઓમાં ૧૧ ટકા અને ફેટલ ગુંહાઓમા ૭ ટકા જેટલા બનાવો ઘટ્યા છે. ઉપરાંત અકસ્માત ના ગુન્હાઓ પણ ઘટયા છે અને હથીયાર ધારા મુજબ પોલીસ દ્વારા ગયા વર્ષ કરતા ૪૨ ટકા વધુ કેસો કરવામાં આવ્યા છે જુગાર ધારામાં ૧૨ ટકા વધુ કેસો શોધવામાં આવ્યા છે અને પ્રોહિબિસનમાં ગયા વર્ષ કરતા ૧૫ ટકા વધુ ગુન્હા સોધી કાઢવામાં આવ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં ઓવરઓલ ક્રાઇમ રેટ ઘટયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!