નવલખી જુમાવાડી ફીશીંગ પોઇન્ટ પરથી માછીમારો બોટો લઇ નવલખી દરિયામાં માછીમારી કરવા ટોકન લીધા વગર પ્રવેશી માછીમારી કરતા હોવાની બાતમીનાં આધારે મોરબી જિલ્લા એસ.ઓ.જી. ટીમે દરીયાઇ સુરક્ષા અંગે નવલખી દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન માછીમારી કરતા એક ટંડેલને બોટ સાથે પકડી પાડી ફીશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ કોસ્ટલ વિસ્તાર તથા નવલખી દરીયાઇ સુરક્ષાને ધ્યાને રાખી કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ જે અન્વયે મોરબી એસ.ઓ.જી. પી.આઇ. એમ.પી. પંડ્યાએ જણાવેલ કે, નવલખી જુમાવાડી ફીશીંગ પોઇન્ટ પરથી માછીમારો બોટો લઇ નવલખી દરિયામાં માછીમારી કરવા માટે જાય છે જે બોટો માછીમારી કરવા જતી વખતે બોટ રવાના તથા બોટ પરત અંગેની નોંધ કરાવતા નથી તેમજ કોઇ પણ જાતનું ટોકન લેવાાં આવતુ નથી જે દરીયાઇ સુરક્ષા અર્થે અતિ ગંભીર બાબત છે. જે અન્વયે ટોકન લીધા વગર માછીમારી કરતા ઇસમોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે બાબતે એસ.ઓ.જી. ટીમ દ્વારા નવલખી દરીયાઇ કાંઠે વોચ રાખતા, નવલખી બંદર જી.એમ.બી, જેટી નજીક આવેલ જુમાવાડી ક્રીકમાં મામલીયા ટાપુ બાજુથી દરીયામાં એક ટંડેલ માછીમારી કરી બોટ સાથે પરત આવી રહેલ હોય જેથી તેને રોકાવી કાંઠા પાસે લાવી બોટને તપાસી બોટમાં હાજર ટંડેલનું નામઠામ પુછતા પોતાનુ નામ હુશેનભાઇ ઇસ્માઇલભાઇ નંગામણા વાઘેર (રહે.જુમાવાડી નવલખી તા.માળીયા જી.મોરબી) હોવાનુ જણાવેલ જેના કબજાવાળી બોટ જોતા નામ “મરીયમ” હોય બોટના રજીસ્ટ્રેશન નંબર IND-GJ-36-MO-08 હોય મજકુરને દરીયામાં માછીમારી કરવા માટે ફિશરીઝ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવતુ ટોકન રજુ કરવા જણાવતા દરીયામાં જવા અંગેનું ટોકન નહી લીધેલનુ જણાવતા ઈસમે ફીશરીઝ એક્ટનો ભંગ કરતા મળી આવતા ધોરણ સરની કાર્યવાહી કરી ઈસમ વિરૂધ્ધ માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં મોરબી એસઓજી પીઆઈ એમ.પી. પંડ્યા, પીએસઆઈ એમ.એસ.અન્સારી તથા મોરબી એસઓજી ની ટીમ જોડાઈ હતી.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા માછીમારોને અપીલ કરતા જણાવવામાં આવ્યું હતું કે, રજીસ્ટ્રેશન વગરની કોઇ પણ બોટ માછીમારી માટે દરીયામાં લઇ જવી તથા રજીસ્ટ્રેશન વાળી કોઇ પણ બોટ ટેડેલ દ્વારા ફીશરીઝ વિભાગના ટોકન વગર દરીયામા લઇ જવી તે તથા લાયસન્સમાં જણાવેલ અન્ય શરતોનો ભંગ કરવો તે કાયદેસર ગુન્હો બને છે. તેની સામે ફીશરીઝ એક્ટ મુજબ કાર્યવાહી થઇ શકે છે. તે ધ્યાને લેવુ જેથી ઉપરોક્ત જણાવેલ કાયદાનું સખત પણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.