Thursday, November 28, 2024
HomeGujaratમોરબી જીલ્લા સંસ્કાર ભારતી સમિતિની રચના અને હોદેદારોની વરણી કરાઈ

મોરબી જીલ્લા સંસ્કાર ભારતી સમિતિની રચના અને હોદેદારોની વરણી કરાઈ

રંગમંચ, લલીતકલા, અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતીની સ્થાપના ૧૧-૧-૮૧ ના રોજ લખનાઉંમાં થયેલ આ ૪૩ વર્ષથી કાર્યરત કલાના ક્ષેત્રમાં સંસ્કારભારતી દેશની સહુથી મોટી સંસ્થાના રૂપમાં સાબિત થઈ ચુકી છે. આજ દેશના ૩૪ રાજ્યમાં લગભગ ૧૩૦૦ સમિતિઓ કાર્યરત છે કોઈ એવું રાજ્ય નથી કે જ્યાં સંસ્કાર ભારતી એ પોતાનું નામના બનાવ્યું હોય સાહિત્ય, સંગીત, નાટ્ય, ચિત્રકલા, રંગોળી, લોકકલા, પ્રાચીનકલા (સ્થાપત્ય ) તથા દ્રશ્ય -શ્રાવણ વિદ્યાઓના પ્રખ્યાત કલાકારો આ સંસ્થા સાથે જોડાયેલા છે.હાલ સાત દેશોમાં સંસ્કાર ભારતીનું કાર્ય શરુ થયું છે.

- Advertisement -
- Advertisement -

સંસ્કાર ભારતીએ સંપૂર્ણ ભારતીય ૬૪ કલાઓને ૮ વિદ્યાઓમાં વેહચી છે.જેમાં (૧).સાહિત્ય વિદ્યા -કાવ્ય, ગદ્ય, નાટક (૨). સંગીત વિદ્યા – ગાયન, વાદન (૩). નૃત્ય વિદ્યા – શાસ્ત્રીય નૃત્ય, લોકનૃત્ય (૪). નાટ્ય વિદ્યા -અભિનય, નિર્દેશન, રંગ સજ્જ, મંચ સજાવટ (૫). ચિત્ર વિદ્યા -ચિત્રકલા, મૂર્તિકલા, વાસ્તુકલા, પ્રકૃતિકલા વગેરે.(૬). રંગોળી કલા – ભૂલંકાર (૭). પ્રાચીન વિદ્યાકલા – ઇતિહાસ, પુરાતત્વ શોધ, લેખન સંગ્રહ (૮). લોકકલા – લોકગાયન, લોકવાદન, લોકનાટક
ઉપરોક્ત કલાઓનું જતનથાઈ અને મોરબી જીલ્લા માં સમિતિ સક્રિય કાર્યરત રહે એ માટે મોરબી જીલ્લાની સંસ્કાર ભારતીની સમિતિની રચના અને સદસ્ય પરિચય, સમિતિના કાર્યો ની માહિતી અને હોદેદારોની વરણી માટે એક બેઠક નું આયોજન મોરબી ના સ્વરંગન સ્ટુડિયો રવાપર રોડ મોરબી મુકામે ગત ૧૭ સપ્ટેમ્બર ને રવિવારના રોજ યોજાયેલ જેમાં સર્વાનુમતે મતે હોદેદારોની વરણી કરવામાં આવેલ. જેમાં સંસ્કાર ભારતી મોરબી જીલ્લાના અધ્યક્ષ- લોકસાહિત્યકાર અશ્વિનભાઇ બરાસરા,ઉપાધ્યક્ષ – ગુજરાત ગૌરવ પુરસ્કૃત ફોટો જુરનાલિસ્ટ અને ચિત્રકાર ભાટી એનવાંકાનેર,મહામંત્રી-લોકકલા ભવાઈ સંગીત સાહિત્ય કલાકાર પ્રાણજીવનભાઈ પૈજા,કોષધ્યક્ષ – ભરતનાટ્યમ અને રંગોળી મયુરીબેન કોટેચાની વરણી કરવામાં આવી હતી. તેમજ સમિતિના સભ્યો તરીકે મનસુખભાઇ પ્રજાપતિ માટીકલા મિટ્ટિકુલ વાંકાનેર,હંસરાજભાઈ ગામી સ્વરાંગન સ્ટુડિયો મોરબી,હાસ્ય /સાહિત્ય કલાકાર દેવેનભાઈ વ્યાસ-મોરબી,ચિત્ર અને સંગીત વિસારદ તુષારભાઈ ત્રિવેદી-મોરબી,ભવાઈ કલાકાર ભરતભાઈ અંકોલા -સરવડ,સંગીત વિસારદ ભાર્ગવભાઇ દવે -ટંકારા,કથકનૃત્ય વિશારદ નિધિબેન વાગડીયા-મોરબી ની વરણી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!