મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.આ મહત્વપૂર્ણ બેઠકમાં ટંકારા તાલુકાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાધારણ સભા મળેલ હતી.તેમાં ટંકારા તાલુકાના અનેક સંચાલકોની સર્વાનુમતે અલગ અલગ વરણી કરવામાં આવી હતી. જેમાં રાજ્ય કારોબારી મેમ્બર તરીકે યોગેશભાઈ ઘેટિયા, ટંકારા તાલુકા પ્રમુખ તરીકે વિજયભાઈ ભાડજા, મંત્રી તરીકે દિલીપભાઈ બારૈયા તથા ઉપપ્રમુખ તરીકે અતુલભાઈ વામજા તેમજ જિલ્લા કારોબારીમાં ઉપપ્રમુખ તરીકે બળદેવભાઈ સરસાવડિયા, સંગઠન મંત્રી તરીકે રવિનભાઈ કલોલા અને સદસ્ય તરીકે કાર્તિકભાઈ પાંચોટીયાની વરણી કરવામાં આવી છે. આ તકે ટંકારા તાલુકાના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઘેટિયા દ્વારા સૌ સંચાલકોનો તેના આઠ વર્ષના કાર્યકાળ દરમ્યાન જે સહકાર મળેલ તે બદલ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.