Friday, January 10, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ અધિક્ષકે ૧૯ કોન્સ્ટેબલ હેડકોન્સ્ટેબલ તેમજ ચાર બિન હથિયારી સબ...

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકે ૧૯ કોન્સ્ટેબલ હેડકોન્સ્ટેબલ તેમજ ચાર બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની રૂબરૂ મુલાકાત લઈને તેમજ તેમની રજૂઆત ધ્યાને લઈ અને વહીવટી સરળતા માટે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં કુલ ૧૯ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ છે. તેમજ મોરબી જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની પણ બદલી કરવામાં આવી છે..

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની રજૂઆતને ધ્યાનમાં લઈને તેમજ વહીવટી સરળતા માટે આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં કુલ ૧૯ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ છે. જેમાં મનિષાબેન જગશીભાજી ઓળકિયાની હળવદ પોલીસ સ્ટેશનમાંથી વાંકાનેર તાલુકામાં, વિપુલભાઈ કાળુભાઈ પરમાર ટંકારા પોલીસ સ્ટેશનમાંથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં, શીતલબેન ગુણવંતભાઈ મકવાણાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં, તેજલબેન વજાભાઈ રબારીની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાંથી મોરબી તાલુકામાં, રવિ કુમાર ધરમશીભાઈ ચૌધરીની મોરબી પોલીસ હેડ ક્વોટરમાંથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન, વિજય કુમાર છગનભાઈ ચૌહાણની હેડ ક્વાર્ટમાંથી હળવદ, રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા પોલીસ હેડક્વાર્ટરથી વાંકાનેર તાલુકામાં, દીપકકુમાર રામાભાઇ બારોટની પોલીસ હેડ ક્વાર્ટરથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન, કૌશિકભાઈ બાબુભાઈ મણવરની પોલીસ હેડક્વાર્ટર, એટેચ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનથી પોલીસ હેડ ક્વાર્ટર એટેક પેરેલફર્લોમાં, હરદીપસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલાની પોલીસ હેડ ક્વાર્ટરથી પોલીસ હેડ ક્વાર્ટર (ના.પો. અધિકારી, વાંકાનેર વિભાગ ), યોગેશદાન જીતસંગ ગઢવી અને શક્તિસિંહ કિશોરસિંહ જાડેજાની મોરબી સીટી બી ડિવિઝન માંથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં, અરવિંદભાઈ રઘુભાઈ ઓળકિયાની પોલીસ હેડ ક્વાર્ટરમાંથી મોરબી સીટી બી ડિવિઝનમાં, રણજીતભાઈ રામભાઈ બાવડા ની એસ.ઓ.જી માંથી એલ.સી.બી.માં, ભરતભાઈ ઘેલાભાઈ જીલરીયાની મોરબી સિટી બી માંથી મોરબી સિટી બી એટેક પેરોલ ફર્લો, ઇશ્વરભાઇ મેલાભાઈ કલોતરાની ટ્રાફિક શાખા માંથી પોલીસ હેડ ક્વાર્ટર એટેચ પેરોલ ફર્લો, બળદેવભાઈ ધરમશીભાઈ વનાણીની મોરબી સિટી બી એટેચ કોમ્યુટર સેલની મોરબી સિટી બી એટેચ પેરોલ ફર્લો, અશોકસિંહ પ્રતાપસિંહ ચુડાસમા ની પોલીસ હેડ ક્વાર્ટર એટેચ સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશન માંથી પોલીસ હેડ ક્વાર્ટર એટેચ કોમ્યુટર સેલમાં અને અશ્વિનભાઈ વીરાભાઈ લોખીલની એમ. ટી. માંથી એમ. ટી. એસ.ઓ.જી. ડ્રાઇવર માં બદલી કરવામાં આવી છે. તેમજ હિંમતભાઈ ગોવિંદભાઈ ચૌહાણની પોલીસ હેડ ક્વાર્ટર (QRT) માંથી પોલીસ હેડ ક્વાર્ટર ના.પો.અધિકારી વાંકાનેર વિભાગ ની વહીવટી સરળતા ખાતે બદલી રદ કરવામાં આવી છે. તેમજ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ચાર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે. જેમાં વી.જી.બોરીચા I.U.C.A.W. મોરબીની હળવદ પોલીસ સ્ટેશન ખાતે, વાય.પી.વ્યાસની હળવદ પોલીસ સ્ટેશનમાંથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં, બી. ડી. ભટ્ટની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાંથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અને એન. એમ ગઢવી માળીયા મીયાણા પોલીસ સ્ટેશન માંથી રીડર શાખા કચેરી ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ બે દિવસમાં પોલીસ કર્મચારીઓને બદલી કરાયેલ જગ્યા પર હાજર થઈ જવા ફરમાન કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!