Monday, January 6, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિવિધ ગામના મતદાન મથકોની મુલાકાત લેવાઈ

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિવિધ ગામના મતદાન મથકોની મુલાકાત લેવાઈ

મોરબીમાં વિધાનસભાની ચૂંટણી માટે ત્રણ સપ્તાહનો સમય બાકી રહયો છે. ત્યારે પોલીસ તંત્ર ચુંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપી રહયું છે. મોરબી જિલ્લામાં વિધાનસભાની ચુંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકો નિર્ભય બનીને મતદાન કરે તેના માટે પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

જેના ભાગરૂપે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી તાલુકના લાલપર, નવા જાંબુડિયા, જૂના જાંબુડિયા તેમજ રફાળેશ્વર ગામના મતદાન મથકોની મુલાકાત કરવામાં આવી હતી તેમજ ગ્રામજનોને મળીને આગામી વિધાનસભા ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય અને લોકો વધુમા વધુ મતદાન કરે તે માટે લોક જાગૃતિ લાવવા તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!