Friday, March 29, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં સુશાસનના પાંચ વર્ષ કાર્યક્રમ સંદર્ભે આવતીકાલે થશે ગરીબ ઉત્‍કર્ષ દિનની...

મોરબી જિલ્લામાં સુશાસનના પાંચ વર્ષ કાર્યક્રમ સંદર્ભે આવતીકાલે થશે ગરીબ ઉત્‍કર્ષ દિનની ઉજવણી

મોરબી જિલ્લાના ૨ સ્થળોએ ગરીબ ઉત્‍કર્ષ દિનની ઉજવણીનું આયોજન

- Advertisement -
- Advertisement -
- Advertisement -

સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘‘સુશાસનના પાંચ વર્ષ’’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયુ છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં કાર્યક્રમના સાતમા દિવસે એટલે કે તા.૦૭/૦૮/૨૦૨૧ના રોજ ‘‘ગરીબ ઉત્‍કર્ષ દિવસ’’ ની ઉજવણી કરવામાં આવશે. મોરબીના ૨ સ્થળોએ ગરીબ ઉત્‍કર્ષ દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં એપીએમસી મોરબી ખાતે લીલાબેન આંકોલીયાના અધ્યક્ષ સ્થાને તેમજ સિવિલ હોસ્‍પીટલ મોરબી ખાતે ધારાસભ્‍ય બ્રિજેશ મેરજા અને જિલ્‍લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે.

ગરીબ ઉત્‍કર્ષ દિન નિમિત્તે મોરબીનાં વિવિધ તાલુકાના ૨૨૧ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસોનું લોકાર્પણ તેમજ ખાર્તમૂર્હુત કરવામાં આવશે. માત્ર એક જ દિવસમાં મોરબીના ૨૨૧ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત દ્વારા ૬ લાભાર્થીઓને અવાસ માટે પ્લોટની સનત વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત એપીએમસી મોરબી ખાતે ગ્રામ વિકાસ વિભાગ આવાસ, શહેરી વિકાસ આવાસ, નવી એસટી બસો, આઇટીઆઇ ટંકારા અને માળિયાની નવી બિલ્‍ડીંગનું લોકાર્પણ તેમજ ગ્રામ વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગના રોડ, પાણી પુરવઠા વિભાગની ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાશે. તેમજ મોરબી સિવિલ હોસ્‍પીટલ ખાતે PSA પ્‍લાન્‍ટનું લોકાર્પણ DHનું પણ આયોજન છે. અને કોરોના વોરીયર્સનું સન્‍માન પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ ઉપરોક્ત સ્થળોએથી જીવંત પ્રસારણ કરાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!