મોરબી શહેરમાં વાહનોની સંખ્યા વધતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ રહી છે. જે જોતા પોલીસ અધિક્ષક દ્વારા ભારે વાહનોને શહેરમાં પ્રવેશ બંધી કરવી જોઈએ તેવો પત્ર જિલ્લા મેજિસ્ટ્રેટને લખવામાં આવ્યો હતો. જે પત્ર અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઇ લિલ્લાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી એક મહિના સુધી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મામલે હવે મોરબી જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસીએશન કલેકટરને આપશે આવેદન પાઠવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, મોરબીના લીલા પર ચોકડી અને દલવાડી સર્કલ વચ્ચેનો રસ્તો દિવસ દરમિયાન મોટા વાહનો માટે બંધ થતા ટ્રાન્સપોર્ટને ખૂબ અસર પડે તેમ છે. જેને લઈ આવતીકાલે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો જિલ્લા કલેકટરને આ બાબતે આવેદન પાઠવી જાહેરનામામાં ફેરબદલી કરવા માટેની રજૂઆત કરશે.