વિલેજ કમ્પ્યૂટર ઓપરેટર (વીસીઇ)ની વર્ષો જૂની માંગ સંતોષવાની દિશામાં સરકાર દ્વારા આજ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. આથી વીસીઇ આકરા પાણી એ થયા છે અને આજ થી રાજ્યભરના વીસીઇ હડતાળના માર્ગે વળ્યાં છે ત્યારે મોરબીના vce પણ રાજ્ય વ્યાપી હડતાલમાં જોડાયા હતા.
મોરબી જિલ્લાના 400 જેટલાં vce એ હડતાલમાં જોડાઈ માંગને બુલંદ કરી હતી. બીજી બાજુ Vceની હડતાલને પગલે મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવતી સેવાઓ સંપૂણ પણે બંધ થઈ ગાઈ છે. 7/12, આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા જેવી તમામ કામગીરી ઠપ થઈ છે.ઉલ્લેખનિય છે કે Vce ની વર્ષો જૂની પડતર પાંચ જેટલી માંગણીને લઈને રાજ્યના 11,000થી વધુ વીસીઇ ઓપરેટર્સે આજથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન આપ્યું છે.